Mukhya Samachar
Gujarat

એકમાત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની 101 વર્ષના મણિબહેને કર્યું મતદાન અને કહ્યું દરેક મતદારે મત આપવો જોઈએ

101-year-old Manibehan, the only surviving Freedom Sena member, casts her vote and says every voter should vote.

ગુજરાતની વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણીઓમાં યુવાનોથી લઈ વયોવૃદ્ધ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી. આઝાદીના જંગમાં અંગ્રેજો સામે લડત ચલાવનારા સુરત જિલ્લાના એકમાત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની અને આદિવાસી સમાજનું અણમોલ રત્ન એવા મહુવા તાલુકાના વહેવલ ગામના આશ્રમ ફળિયા ખાતે રહેતા 101 વર્ષીય મણિબેન બાપુભાઈ પટેલે (ધોડિયા) ગામની અંબિકા વહેવલ પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદાન કરીને લોકશાહી પર્વની સાચા અર્થમાં ઉજવણી કરી હતી.

મણિબેન કહ્યું કે, ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ થવા માટે લાખો સ્વાંતત્ર્ય સેનાનીઓએ પોતાનું સર્વસ્વ દેશને સમર્પિત કરી પ્રાણ બલિદાનો આપ્યા છે, જેના પરિણામે આ મહામુલી આઝાદી મળી છે, જેથી સૌ કોઈએ આ લોકશાહીના મહાપર્વની મતદાન કરીને ઉજવણી કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, દરેક ચૂંટણીમાં તેઓ અચૂક મતદાન કરે છે. તેઓ પોતાનું રોજીંદુ કામ પણ જાતે જ કરે છે, પરિવાર શાંતિથી આરામદાયક જીવન જીવવાનો આગ્રહ કરે છે, પણ તેઓ ‘કામ કરીશું તો શરીર સાજું નરવું રહેશે’ એમ જણાવે છે.

મણિબેને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનથી આજની યુવા પેઢીએ ધણુ શીખવા જેવું છે. મહાત્મા ગાંધીજીએ ‘કરેંગે યા મરેગે’ નો નારો આપ્યો ત્યારે સમગ્ર દેશમાં અંગ્રેજો સામે લાખો સત્યાગ્રહીઓએ જુસ્સા સાથે લડત ચલાવી. એ સમયે મણિબહેન તથા તેમના પતિ બાપુભાઈએ સાથે મળીને આઝાદીના આંદોલન અને અનેકવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

તેમણે કહ્યું કે, 1942માં વિદેશી કાપડનું વેચાણ કરતા વેપારીઓની દુકાન સામે પિકેટીંગ કરવા જતા ઓલપાડ ખાતેથી મારી અને અમારા સમૂહની ચાર-પાંચ બહેનોની ધરપકડ કરવામાં આવી, ત્યારે મારી ઉમર 20 વર્ષની હતી. કોર્ટ દ્વારા છ મહિનાની સજા કરવામાં આવી અને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. જેલ ભરો આંદોલનના કારણે જેલમાં કેદીઓનો ભરાવો થઈ જતા બે મહિનામાં અમને મુકત કરવામાં આવ્યા હતા.

તેઓએ વધુમાં કહ્યું કે, અમે તો આઝાદીના લડવૈયાઓ છીએ, આઝાદીની લડાય માટે જેલવાસ પણ ભોગવ્યો છે. લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારે મત આપવો જોઈએ. મણિબહેન જેવા આઝાદીના જંગના સાક્ષી રહેલા સ્વતંત્રતા સેનાનીઓ આજે સ્વતંત્ર અને આધુનિક ભારતના લોકશાહી પર્વમાં ભાગ લઈ રહ્યા છે, એ પણ નવી પેઢી અને દેશ માટે ગૌરવની ક્ષણ છે.

Related posts

મોક વિધાનસભા: આજે ગુજરાતની વિધાનસભામાં બાળ નેતાઓ અને ધારાસભ્યો બેઠા

Mukhya Samachar

“ઑફિસ માટે રસ્તામાં હોવ તો ઘરે જાઓ, અને મેઇલ ચેક કરો”: મસ્કના મેઈલથી કર્મચારીઓમાં હડકંપ મચ્યો

Mukhya Samachar

વડોદરા જિલ્લામાં આજથી પ્રચાર પડઘમ થશે શાંત જાણો કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy