Mukhya Samachar
Gujarat

વાંસદામાં ભૂકંપના 3.1 અને 2.8ની તીવ્રતાના 2 આંચકા અનુભવવાથી લોકોમાં ફફડાટ

2 earthquakes of magnitude 3.1 and 2.8 in Vansada leave people reeling

નવસારીના વાંસદા તાલુકામાં બે દિવસમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક આંચકો રાત્રિના 9:38 કલાકે આવ્યો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધવામાં આવી હતી. જ્યારે બીજો આંચકો આજે સવારના 6.48 વાગ્યે આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.8 ની તીવ્રતા નોંધવામાં આવી હતી.

રાત્રિના 9:38 કલાકે આવેલા આંચકાનું એપી સેન્ટર વાંસદા નજીક આવેલું હોલીપાડા નોંધાયું છે. જ્યારે બીજા આંચકાનું કેન્દ્રબિંદુ ડાંગ જિલ્લાના નાનાપાડા ગામમાં નોંધાયું છે. આમ, સતત બીજા દિવસે એટલે કે ભૂકંપના બે આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

2 earthquakes of magnitude 3.1 and 2.8 in Vansada leave people reeling

ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના અગાઉ પણ નવસારીના વાંસદામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 1.9ની તીવ્રતા નોંધાઇ હતી તથા કેન્દ્રબિંદુ નવસારીથી પૂર્વમાં 42 કિમી દૂર નોંધાયું હતું. એકાદ મહિના અગાઉ નવસારીના વાંસદામાં 20 દિવસની અંદર ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા. ત્યારે એકવાર ફરી વાંસદા તાલુકામાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

Related posts

મુંદ્રા પોર્ટ પરથી ફરી એકવાર ઝડપાયો ડ્રગ્સનો જથ્થો અને મોટી માત્રા માં કોકેઈન

Mukhya Samachar

ગુજરાત ચૂંટણી 2022માં આજે ચૂંટણી પ્રચારનો પ્રથમ તબક્કો થશે સમાપ્ત, ભાજપ-આપ-કોંગ્રેસના દિગ્ગજો બતાવશે તેમની તાકાત

Mukhya Samachar

તહેવારોના સમયે જ સીએનજીના ભાવમાં આવ્યો ઉછાળો! જાણો નવો ભાવ શું થયો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy