રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સે 2022ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. આ વખતનો અર્થશાસ્ત્રીનો નોબેલ અમેરિકાને ફાળે ગયા છે. 3 અમેરિકી અર્થશાસ્ત્રી બેન એસ બર્નાકે, ડગલસ ડાયમંડ અને ફિલિપ વાઈવિગને 2022ના અર્થશાસ્ત્રના નોબેલની સન્માનિત કરાયા છે.
3 અમેરિકી અર્થશાસ્ત્રી બેન એસ બર્નાકે, ડગલસ ડાયમંડ અને ફિલિપ વાઈવિગને બેન્ક અને નાણાકીય કટોકટી પર રિસર્ચ માટે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. તેમની આ શોધથી દુનિયાને નાણાકીય કટોકટીમાંથી બહાર આવવામાં ઘણી મદદ મળી હતી.
અમેરિકાના આ ત્રણ અર્થશાસ્ત્રીઓએ બેન્કને ભાંગી પડતી અટકાવવી કેમ જરુરી છે તે અંગે વિસ્તૃત રિસર્ચ કર્યું હતું અને તેમના આ રિસર્ચને સહારે દુનિયા બેન્ક અને નાણાકીય કટોકટીમાંથી બહાર આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં સ્વિડિશ એકેડમી દ્વારા નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી રહી છે પરંતુ 10 ડિસેમ્બરે જાહેર થયેલા તમામ દિગ્ગજોને નોબેલ એનાયત કરવામાં આવશે.