Mukhya Samachar
National

કોરોનની હરણફાળ ! દેશમાં એક જ દિવસમાં 23 ટકા કેસ વધ્યા

23-percent-cases-increased-in-a-single-day-in-the-country
  • કોવિડ 19ના નવા કેસોમાં વધારો થવા છતાં પણ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.
  • વાયરસના કારણે 57 લોકોના મોત પણ થયા છે
  • નવા કેસોમાં 23 ટકાનો વધારો જોવા મળ્યો છે

દેશભરમાં કોરોના વાયરસના 18313 નવા કેસ આવ્યા બાદ કોવિડ 19થી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4 કરોડ 39 લાખ 564 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 5 લાખ 26 હજાર 167 લોકોના મોત થઈ ચુક્યા છે અને 4 કરોડ 32 લાખ 67 હજાર 571 લોકો આ વાયરસને માત આપી છે. કોવિડ 19ના નવા કેસોમાં વધારો થવા છતાં પણ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 20742 લોકો સાજા થયા છે અને ત્યાર બાદ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટીને 1 લાખ 45 હજાર 226 થઈ ગઈ છે.

23-percent-cases-increased-in-a-single-day-in-the-country

ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત 2 દિવસ ઘટાડા બાદ ફરી એક વાર મોટો ઉછાળો આવ્યો છે અને નવા કેસોમાં 23 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ અગાઉ બે દિવસ નવા કેસોમાં 26.8 ટકાનો ઘટાડો થયો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડ-19ના નવા કેસ 18313 કેસ નોંધાયા છે. તો વળી આ દરમિયાન વાયરસના કારણે 57 લોકોના મોત પણ થયા છે.

23-percent-cases-increased-in-a-single-day-in-the-country

દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં 23 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે તેના એક દિવસ પહેલા નવા કેસમાં 26.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે, મંગળવારે દેશભરમાં કોવિડ 19થી 14830 નવા કેસો આવ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર સોમવારે દેશભરમાં 16866 લોકો આ વાયરસથી સંક્રમિત થયા હતા. જ્યારે રવિવારે 20279 નવા કેસો આવ્યા હતા.

Related posts

કોરોના કહેર: છેલ્લા 24 કલાકમાં 2.86 લાખ નવા કેસ નોંધાયા

Mukhya Samachar

RBIનો મોટો ઝટકો! RBIએ સતત બીજા મહિને રેપોરેટમાં કર્યો વધારો: 0.50 ટકાનો વધારો કરતા લોન મોંઘી થશે

Mukhya Samachar

આરોગ્ય સાથે ચેડા! વારાણસીમાં નકલી વેક્સિન અને ટેસ્ટિંગ કીટનો જથ્થો મળી આવ્યો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy