Mukhya Samachar
Gujarat

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો 3.5ની તીવ્રતાનો ભૂકંપ! લોકોમાં ફફડાટ

3.5 magnitude earthquake felt in rural area of ​​Rajkot! Fluttering in the crowd

રાજ્યમાં અવાર નવાર કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. ગુજરાતમાં ધરતીકંપની ઘટનાઓમાં ફરી એકવાર વધી ગઇ છે. ગુજરાતના કચ્છ બાદ અનેક જિલ્લાઓમાં ધરતીકંપની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે આજે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 14 કિલોમીટર દૂર નોંધાયુ છે. આજે સવારે 10.40ની આસપાસ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવામળ્યો હતો.

3.5 magnitude earthquake felt in rural area of ​​Rajkot! Fluttering in the crowd

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્સીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના અનુસાર આ ધરતીકંપનો આંચકો 3.5 ની તિવ્રતાનો હતો. જો કે આ ધરતીકંપના કારણે કોઇ પણ જાનમાલના નુકસાન અંગેની માહિતી હજી સુધી પ્રાપ્ત થઇ નથી. આ ઉપરાંત રિક્ટર સ્કેલ પર ધરતીકંપનો આંચકો હળવો હોવાના કારણે સામાન્ય નાગરિકોને ધરતીકંપની માહિતી પણ અન્ય વિજાણુ માધ્યમો દ્વારા મળી હતી. હાલ તો સમગ્ર મામલે જિલ્લા તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારના નુકસાન અંગે માહિતી નથી.

 

વૈજ્ઞાનિકોએ એવી નવી ટેક્નિક વિકસાવી છે. જેનાથી ભૂકંપની વહેલી જાણકારી મળી શકશે. નાના ગુરુત્વાકર્ષણના સંકેતોની પહેચાન કરવા માટે ખાસ કમ્પ્યુટર્સ બનાવવામાં આવ્યા છે, જેના સિગ્નલના ઉપયોગથી તરત જ મોટા ભૂકંપની આગાહી કરી શકાય છે. સાયન્સમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, આ એક નવી રીત છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ભૂકંપ વિજ્ઞાની રિચર્ડ એલને આ માહિતી આપી છે.

Related posts

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતો મુંજાયા

Mukhya Samachar

ભગવાન જગન્નાથની વર્ષો જુની પરંપરા તૂટશે? સીએમ કોરોના સંક્રમિત થતાં હવે કોણ કરશે પહિંદ વિધિ!

Mukhya Samachar

વલસાડમાં 6.6 ઇંચ વરસાદ ખાબક્યો! ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy