Mukhya Samachar
National

શ્રીનગરનામાં 3 આતંકવાદીઓ ઠાર મરાયા

SHRINAGAR TERRORIST KILLED
  • શ્રીનગરનામાં 3 આતંકવાદીઓ ઠાર મરાયા
  • 4 પોલીસકર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા
  • શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં અથડામણ થઈ

જમ્મુ-કશ્મીરની રાજધાની શ્રીનગરના પંથા ચોક વિસ્તારના ગોમંદર શેરીમાં મોડી રાત્રિએ થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર કરી દેવાયા છે અને ત્રણ પોલીસકર્મીઓ અને એક કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં એક જવાન ઘાયલ થયાં છે. પોલીસનાં જણાવ્યાં અનુસાર, એક શંકાસ્પદને પકડવા માટે જેવાં પોલીસ દળે એક ઘરમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો કે ત્યાં પહેલેથી જ વર્તમાન આતંકવાદીઓએ અંધાધુંધ ફાયરિંગ શરૂ કરી દીધું. જેમાં ત્રણ પોલીસકર્મીઓ અને એક કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં એક જવાન ઘાયલ થઇ ગયાં.

shrinagar terorist killed

3 terrorists killed in Srinagar

ઘાયલ સુરક્ષાકર્મીઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં. જમ્મુ-કશ્મીર પોલીસે આજે રાત્રે કાશ્મીરનાં પોલીસ મહાનિરીક્ષકને હવાલો આપતા ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘શ્રીનગર અથડામણમાં ત્રણ અજ્ઞાત આતંકવાદીઓ ઠાર કરી દેવાયાં છે. તેઓએ જણાવ્યું કે, ઘટનાસ્થળેથી આપત્તિજનક સામગ્રી, હથિયાર અને ગોળાબારૂદ પણ જપ્ત કરી લેવાયાં છે. તેઓએ જણાવ્યું કે, તપાસ અભિયાન હજુ પણ શરૂ છે.’ ગઈ કાલે પણ કશ્મીરમાં 6 જેટલા આતંકીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જેમાં સેનાનો એક જવાન પણ શહિદ થયો હતો. ત્યારે મોડી રાત્રે થયેલ અથડામણમાં વધુ 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

Related posts

INS વિક્રાંત અને વિક્રમાદિત્ય પર મેડ ઈન ઇન્ડિયા ફાયર ફાઈટિંગ બોટ્સ લગાવામાં આવશે – ભારતીય નૌકાદળ

Mukhya Samachar

દિલ્હીના રસ્તાઓ પર ફરી દોડશે ડબલ ડેકર બસો, G20 સમિટ પહેલા થશે લોન્ચ

Mukhya Samachar

જી-20 બેઠકમાં સીએમ મમતાએ કહ્યું, ‘બંગાળ ઉત્તર પૂર્વીય દેશોનું પ્રવેશદ્વાર છે, કોલકાતા સાંસ્કૃતિક રાજધાની છે’

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy