Mukhya Samachar
Gujarat

ઉમરગામમાં 4.24 ઇંચ વરસાદ ખાબક્યો! હજુ આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

4.24 inches of rain fell in Umargam! Heavy rain is still forecast in this area

રાજ્યના કચ્છમાંથી વરસાદની વિદાયની સત્તાવાર જાહેરાત થઇ ગઇ છે. ત્યારે ચોમાસાના વિદાયની વિધિવત પ્રારંભ થઇ ગયો છે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં 23 અને 24 જૂનના શુક્રવાર અને શનિવારે ભારે વરસાદ વરસશે. આગાહી પ્રમાણે, આ બે દિવસોમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. જેના કારણે જામનગર, દેવભૂમિ દ્વારકામાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્ય પર વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા જતાં-જતાં પણ જમાવટ કરી જશે. હવામાન વિભાગે 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 23મી સપ્ટેમ્બરે અમદાવાદમાં છુટાછવાયો વરસાદ રહેશે. વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યાં જ આજે બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

4.24 inches of rain fell in Umargam! Heavy rain is still forecast in this area

વાંકાનેર, અલ્લું બોરિયા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો છે. ત્યાં જ કચ્છમાંથી ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત થઇ ગઇ છે. આ વર્ષે ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાંથી ધમાકેદાર અંદાજમાં એન્ટ્રી કરી હતી. અને ધોધમાર વરસાદથી રાજ્યના મોટાભાગના વિસ્તારોને ધમરોળ્યા હતા. હવે ચોમાસુ કચ્છમાંથી વિધિવત રીતે વિદાય લઈ રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 13 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 4.24 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પારડીમાં 3.52, વાપીમાં 3.12, તાપીના વલોડ, વધઇ, કપરાડા, ઉમરપાડામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં આ વખતે ચાર મહિના જેટલો વરસાદ નોંધાયો છે. જે બાદ હવે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થયુ છે. નૈઋત્યના ચોમાસાએ મંગળવારે કચ્છમાંથી વિદાય લીધી છે. હવે આવનારા દિવસોમાં રાજ્યના અન્ય ભાગમાંથી પણ ચોમાસું વિદાય લેશે. ગુજરાતમાં આ વખતે 39.43 ઈંચ સાથે મોસમનો 118 ટકા વરસાદ નોંધાયો છે.

Related posts

ઇ મેમો બંધ કરવા MLA ગોવિંદ પટેલની ગૃહમંત્રીને રજૂઆત! કહ્યું; લોકો પીસાઈ રહ્યા છે, ઇ મેમો બંધ કરો

Mukhya Samachar

બજેટના પટારામાથી ગુજરાતને મળ્યું આટલું…

Mukhya Samachar

પોરબંદરના ‘રાજ સાગર’ નામના જહાજે ઓમાનના દરિયામાં લીધી જળસમાધિ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy