Mukhya Samachar
National

માયાનગરી મુંબઈમાં 4 માળની ઇમારત થઈ ધરાશાયી! એકનું મોત; 25 જેટલા લોકો કટમાળ નીચે દબાયા

4-storey-building-collapses-in-mysore-mumbai-death-of-one-as-many-as-25-people-were-crushed-under-the-debris
  • મુંબઈના કુર્લાના નાઈક નગરમાં 4 માળની જૂની ઈમારત ધરાશાયી
  • કાટમાળમાં 20-25 લોકો દટાયા હોવાની શક્યતા છે
  • અત્યાર સુધીમાં 5-7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે

સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. BMCના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચેથી 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમની સ્થિતિ સ્થિર છે, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. હાલ બચાવ કામગીરી ચાલુ હોવાથી 20 થી 25 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

4-storey-building-collapses-in-mysore-mumbai-death-of-one-as-many-as-25-people-were-crushed-under-the-debris

મુંબઈના કુર્લાના નાઈક નગરમાં 4 માળની જૂની ઈમારત સોમવારે મોડી રાત્રે ધરાશાયી થઈ હતી. આ ઘટના બાદ અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતાં. બિલ્ડિંગ ધરાશાયી થતાંની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને બચાવ કામગીરીનું કામ હાથ પર લીધું હતું. અત્યાર સુધીમાં 7 લોકોને બચાવી લેવાયા છે. 10 થી 25 લોકો હજુ પણ ફસાયેલા છે.

4-storey-building-collapses-in-mysore-mumbai-death-of-one-as-many-as-25-people-were-crushed-under-the-debris

ઈમારત ધરાશાયી થયાની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચેલા મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે રેસ્ક્યુ ઓપરેશનને વધુ ઝડપી બનાવવા માટે કહેવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે, અત્યાર સુધીમાં 5-7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ 4 ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ તેમ છતાં લોકો અહીં રહેતા હતા. અમારી પ્રાથમિકતા દરેકને બચાવવાની છે. મુંબઈ જે ઈમારતોને ધરાશાયી થવાના આરે છે. તેના વિશે મંત્રી આદિત્ય ઠાકરે કહ્યું કે, જ્યારે પણ BMC જૂની ઈમારતો અંગે નોટિસ જાહેર કરે છે. ત્યારે તેને ખાલી કરી દેવી જોઈએ. નહીં તો આવી ઘટનાઓ બનતી રહેશે. જે ખૂબ જ દુર્ભાગ્ય પૂર્ણ છે. આ અંગે પગલા લેવા જરૂરી છે.

Related posts

હવે ટીવીમાં નહિ જોવા મળે ગુટકા, દારૂની જાહેરાત! જાણો સરકારે જાહેરાતો માટેના નીયમોમાં કેવા ફેરફારો કર્યા

Mukhya Samachar

Parliament Winter Session Ends: પીએમ મોદી લોકસભાના અધ્યક્ષ દ્વારા આયોજિત પરંપરાગત બેઠકમાં લીધો ભાગ

Mukhya Samachar

ભારતના પ્રવાસે દિલ્હી પહોંચ્યા અજય બંગા કોરોના પોઝિટિવ, આજે મળવાના હતા પીએમ મોદીને

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy