Mukhya Samachar
National

જમ્મુ-કશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદનાં 6 આતંકવાદીઓ ઠાર મરાયા

6 Jaish-e-Mohammed militants killed in Jammu and Kashmir
  • જમ્મુ-કશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદનાં 6 આતંકવાદીઓ ઠાર
  • સુરક્ષા દળના જવાનોને મળી મોટી સફળતા
  • અનંતનાગ અને કુલગામમાં હજુ અથડામણ શરૂ

જમ્મુ-કશ્મીરમાં પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં 6 આતંકવાદીઓ બે અલગ-અલગ અથડામણમાં ઠાર કરવામાં આવ્યાં છે. ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓમાંથી 4ની ઓળખ થઇ ચૂકી છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર જણાવ્યું કે, 6 આતંકીઓમાં 2 પાકિસ્તાનનાં હતાં. જ્યારે 2 સ્થાનીય આતંકવાદીઓ હતાં. આ સિવાય, અન્ય 2ની ઓળખ પણ કરવામાં આવી રહી છે.

6 Jaish-e-Mohammed militants killed in Jammu and Kashmir
6 Jaish-e-Mohammed militants killed in Jammu and Kashmir

જમ્મુ-કશ્મીર પોલીસે જાણકારી આપી છે કે, બુધવારનાં રોજ કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ વખતે આ અથડામણ કુલગામ જિલ્લાનાં મિરહમા વિસ્તારમાં થઇ છે. જેમાંથી ત્રણ આતંકીઓને તો ઠાર કરી દેવાયાં. જેમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા બે સ્થાનિક આતંકવાદીઓ અને એક પાકિસ્તાની આતંકવાદીનો સમાવેશ થાય છે. આ સાથે જ સેનાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બુધવારે કુલગામના મિરહામા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે. વાસ્તવમાં, ઘાટીમાં આતંકવાદીઓ તેમના નાપાક ષડયંત્રને અંજામ આપતા સતત સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યાં છે. જેના કારણે સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી દીધી છે.

6 Jaish-e-Mohammed militants killed in Jammu and Kashmir
6 Jaish-e-Mohammed militants killed in Jammu and Kashmir

આ પહેલા બુધવારે અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર જણાવ્યું કે, પોલીસ અને સુરક્ષા દળોના જવાનો ઘટનાસ્થળે આતંકીઓના ગોળીબારનો જવાબ આપી રહ્યાં છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે, હાલમાં કાશ્મીરના બે જિલ્લા અનંતનાગ અને કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા બે સ્થાનિક આતંકવાદીઓ અને એક પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયા છે. શોધ હજુ ચાલુ છે. એક એમ4 અને બે એકે 47 રાઈફલ મળી આવી છે.

Related posts

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના લગભગ 5 હજાર કેસ આવ્યા, 38ના મોત થયા

Mukhya Samachar

સંસદનું શિયાળુ સત્ર 7થી 29 ડિસેમ્બર વચ્ચે યોજાશે! જૂની બિલ્ડીંગમાં જ સત્ર યોજાય તેવી સંભાવના

Mukhya Samachar

ભારતમાં આવેલા પાડોશી દેશના અલ્પસંખ્યકોને આ કાયદા અંતર્ગત મળશે ભારતીય નાગરિકતા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy