વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અમદાવાદમાં 50 કિલોમીટર લાંબો રોડ શો કરી રહ્યા છે. પીએમની એક ઝલક મેળવવા માટે લોકો રસ્તા પર એકઠા થયા છે. લોકો પોતાના ઘર અને દુકાનોની છત પર ઉભા રહીને પીએમનું સ્વાગત કરી રહ્યા છે તો સાથે જ પીએમ પણ ફૂલોથી શણગારેલી કારમાંથી હાથ હલાવીને લોકોનું અભિવાદન કરી રહ્યા છે. PM સુરક્ષા જવાનોની વચ્ચે 50 કિલોમીટર લાંબો રોડ શો કરી રહ્યા છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો રોડ શો છે. PMની એક ઝલક મેળવવા માટે હજારો લોકો રસ્તાઓ પર એકઠા થયા હતા. વડાપ્રધાન મોદીને આવકારવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પેરામિલેટરી ફોર્સ સાથે ડ્રોન વડે પણ રોડ શોમાં દેખરેખ રાખવામાં આવે છે
Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News..
Follow us on