Mukhya Samachar
Politics

ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો! દિગ્ગજ આદિવાસી નેતા મોહન રાઠવાએ છોડ્યો હાથનો સાથ; કેસરિયા કરે તેવી સંભાવના

A big blow to Congress before the election! Veteran tribal leader Mohan Rathwa left his hand; Likely to do saffron

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઇ ચૂક્યું છે. જેને લઈ રાજકીય પક્ષો પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકીય આગેવાનો પક્ષ પલટાઓ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબરની જામી છે. પોત-પોતાના પક્ષથી નારાજ નેતાઑ પાટલી બદલી રહ્યા છે. તેવામાં કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે.  ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ તુંટી છે અને કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઑ સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ  ધરાવવા ઉપરાંત આદિવાસી સમાજમાં બહોળી ચાહના ધરાવે છે. કોંગ્રેસના આ ધારાસભ્ય પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.  આજે સાંજે 5 વાગ્યે કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે. જેને પગલે આગામી ચુંટણીમાં કોંગ્રેસને માઠા પરિણામ ભોગવવા પડે તો નવાઇ નહીં!

A big blow to Congress before the election! Veteran tribal leader Mohan Rathwa left his hand; Likely to do saffron

મોહનસિંહ રાઠવા કોણ છે?

  • સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો ધરાવે છે રેકર્ડ
  • 1972થી અત્યાર સુધી મોહનસિંહ રાઠવા 8 વખત ધારાસભ્ય બન્યા
  • ચૂંટણી ન લડવાની અગાઉ જાહેરાત કરી હતી
  • થોડા સમય પહેલા રાજેન્દ્ર ત્રિવેદીએ મોહનસિંહ રાઠવાના વખાણ કર્યા હતા
  • મોહનસિંહ રાઠવા પાસેથી સભ્યોને ગૃહની ગરિમાના પાઠ શિખવા કરી હતી ટકોર

 

 

Related posts

ગુજરાતી ફિલ્મના કલાકારોએ કેસરીયો ધારણ કર્યો: CR પાટીલે તમામને આવકાર્યા 

Mukhya Samachar

બળવાખોર એકનાથ શિંદે એ કર્યું શક્તિ પ્રદર્શન; 42 ધારાસભ્યોના નામની યાદી કરી જાહેર

Mukhya Samachar

ભાજપમાં ભરતી! મુખ્યમંત્રીની હાજરીમાં રાજયના 50 ડોક્ટરો કેસરીયો ધારણ કરશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy