Mukhya Samachar
Tech

ફેસબુક યુઝર્સ માટે મોટો ઝટકો; 31મે થી આ ફીચર થશે બંધ

A big news for Facebook users; This feature will be close from May 31
  • ઈન્સ્ટાગ્રામ , સ્નેપચેટ પછી ફેસબૂક સૌથી વધુ ઉપયોગ થતું સોશિયલ મીડિયા
  • આ ફીચર 31 મે 2022 પછી બંધ થશે
  • યૂઝર્સને પોતાની લોકેશન હિસ્ટ્રી ડાઉનલોડ કરવા માટે પૂરતો સમય મળશે.

દેશવિદેશના લોકો ફેસબુક વાપરે છે. ઈન્સ્ટાગ્રામ , સ્નેપચેટ પછીફેસબૂક સૌથી વધુ ઉપયોગ થતું હોય છે.ફેસબૂક યુઝર્સ માટે ખુબ મહત્વના સમાચાર છે . ફેસબુક કંપની બે ફીચર બંધ કરવા જઈ રહી છે. ફેસબુક જે લોકોના જીવનનો રોજબરોજનો હિસ્સો છે તેમના માટે આ માહિતી જાણવી ખુબ જરૂરી છે. ફેસબુકે આ અંગે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે આ બંને ફીચર 31 મે 2022 પછી બંધ થઈ જશે.

A big news for Facebook users; This feature will be close from May 31

હવે ફેસબુકનું લોકેશન બેસ્ડ ફીચર નીયરબાય ફ્રેન્ડ્સ,લોકેશન હિસ્ટ્રી અને હવામાનની માહિતી વાળું ફીચર થશે બંધ.નીયરબાય ફ્રેન્ડ્સ દ્વારા ફેસબુક યૂઝરને તેના ફેસબુક ફ્રેન્ડ્સના લોકેશનની માહિતી સરળતાથી મળી રહેછે. લોકેશન ટ્રેક કરવાની સાથે સાથે તે લોકેશન અન્ય સાથે શેર પણ કરી શકાય છે. જ્યારે બીજુ ફીચર જે Weather Alerts છે તેના દ્વારા યૂઝરને હવામાન વિશેની માહિતી મળી રહે છે.

ફેસબુક કંપનીએ 2014માં Nearby Friends ફીચર લોન્ચ કર્યું હતું. આ સિવાય લોકેશન હિસ્ટ્રી, ટાઈમ અલર્ટ્સ અને બેકગ્રાઉન્ડ લોકેશન પણ બંધ થવાની અફવાઓ ફેલાઈ રહી છે. કંપનીએ પુષ્ટિ કરતા કહ્યું છે કે લોકેશન બેસ્ડ ફીચર્સ માટે 31 મે 2022નો દિવસ એપ પર છેલ્લો દિવસ છે. એટલે કે તે પછી યૂઝર્સ આ ફીચર યૂઝ નહીં કરી શકે.

A big news for Facebook users; This feature will be close from May 31

સાથે ફેસબુકે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ફીચર ભલે 31 મે સુધી જ ઉપયોગ કરી શકાશે પરંતુ યૂઝર્સને પોતાની લોકેશન હિસ્ટ્રી ડાઉનલોડ કરવા માટે પૂરતો સમય મળશે. એટલે કે ફીચર રિમૂવ થયા બાદ પણ યૂઝર્સ પાસે ડેટા ડાઉનલોડ કરવા માટે વિકલ્પ રહેશે એટલે કે યૂઝર્સ પોતાની લોકેશન હિસ્ટ્રી સંલગ્ન ડેટા 1 ઓગસ્ટ 2022 સુધી ડાઉનલોડ કરી શકશે.

Related posts

ગૂગલના આ ફીચર થી સ્પીડ લિમિટ અને રસ્તા પર ટ્રાફિક છે કે નહીં તે અંગે મેળવી શકશો

Mukhya Samachar

ફોન ચોરી થઈ જાય તો બેન્ક ડિટેલ્સ અને મોબાઇલ વોલેટની કેવી રીતે કરશો સુરક્ષા? જાણો પ્રક્રિયા!

Mukhya Samachar

ટેક્નોલોજીની કમાલ! હવે એક ફોટોમાં જ ખબર પડી જશે આંખમાં મોતિયો છે કે નહિ!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy