Mukhya Samachar
National

ઉત્તરાખંડમાં સર્જાઈ મોટી દુર્ઘટના! જાનૈયા ભરેલી બસ ખીણમાં ખાબકતાં 25 લોકોના મોત નિપજ્યાં

A big tragedy happened in Uttarakhand! 25 people were killed when a bus full of passengers plunged into the valley

ઉત્તરાખંડના પૌડીમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ. ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, ધૂમાકોટના બિરોખલ વિસ્તારમાં ગત રાતે પૌડી ગઢવાલ બસ દુર્ઘટનામાં 25 લોકોના મોત થઈ ચુક્યા છે. તો વળી સવારે 6 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. પોલીસ અને એસડીઆરએફે આખી રાત દરમિયાન 21 લોકોને બચાવ્યા છે.

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હરિદ્વારના અંતર્ગત લાલઢાંગથી કાડા તલ્લા જઈ રહેલી 50 જાનૈયાઓ ભરેલી બસ સિમડી ગામ નજીક બેકાબૂ થઈને 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.

A big tragedy happened in Uttarakhand! 25 people were killed when a bus full of passengers plunged into the valley

હાલમાં ઘટના પર પોલીસ અને એસડીઆરએફની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ કંટ્રોલ રૂમમાં પહોંચીને તાત્કાલિક રાહત પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે. આપને જણાવી દઈએ કે, શ્રીનગર, કોટદ્વાર, સતપુલી અને રુદ્રપુરથી એસડીઆરએફની રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

દુર્ઘટના બાદ મંગળવાર રાતે સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, રેસ્ક્યૂ ઓપરેશન માટે એસડીઆરએફની ટીમ લાગી છે. તો વળી આ મામલામાં બ્લોક પ્રમુખ રાજેશ કંડારીએ જણાવ્યું છે કે, આ બસ લગભગ 500 મીટર નીચે ખીણમાં ખાબકી છે. તેની સાથે જ બીરોખાલ સ્વાસ્થ્ય કેન્દ્રથી પાંચ ડોક્ટર્સની ટીમ મોકલવામાં આવી છે.

Related posts

મધ્યપ્રદેશમાં દરેક ગ્રામપંચાયતો હવે ટેક્સ વસૂલશે! પંચાયતોની આવક વધારવા ટેક્સ ઝીકાયો

Mukhya Samachar

સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરેની ઝાટકણી કાઢી! ચૂંટણી પંચની કાર્યવાહી પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

Mukhya Samachar

ચીન પર ભારતની વધુ એક સાઇબર સ્ટ્રાઈક; ભારતે ચીનની આ વસ્તુ ફરી બેન કરી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy