Mukhya Samachar
Gujarat

ભરુચના અછાલિયા ગામે ખેડૂતે કરી પીળા છાલના તરબૂચની વાવણી

A farmer sows yellow peeled watermelon in Achaliya village of Bharuch
  • અછાલિયા ગામે પીળા છાલના તરબૂચની વાવણી
  • પીળા છાલના તરબૂચની  દેશ-વિદેશમાં માંગ
  • તરબૂચની માંગની સાથે સારા ભાવ મળી રહ્યા છે

A farmer sows yellow peeled watermelon in Achaliya village of Bharuch

ભરૂચના ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામે પીળા છાલના તરબૂચની વાવણી કરવામાં આવી. ભરુચ જિલ્લામાં પીળી છાલના તરબૂચની  દેશ-વિદેશમાં માંગ છે . ઝઘડીયા તાલુકાના અછાલીયા ગામનાં ખેડૂતે વિશાલા એટલે કે પીળી છાલવાળા તરબૂચની ખેતી કરતાં માંગની સાથે સારા ભાવ મળી રહ્યા છે. ઔધોગિક દ્રષ્ટિએઅગ્રેસર ભરૂચ જીલ્લાના નર્મદા તટના ઝઘડિયા પંથકમાં પીળી છાલનાં વિશાલા તરબૂચ ની ખેતીએ આકર્ષણ જમાવ્યું છે. જેની ખેડૂતોને સારી કિંમત મળી રહી છે.આ તરબૂચ પણ હવે ભરૂચની ખારીસીંગની જેમ પ્રચલિત બની ગયા છે . ભરૂચ જીલ્લાના નર્મદા નદીના કાંઠાના વિસ્તારમાં ખેડૂતોના તરબૂચ મધુર અને મીઠા હોવાના કારણે ભરૂચ જીલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો તરબૂચની વાવણી કરાતાં. તરબૂચોનું ઉત્પાદન હવે થવા લાગ્યું છે.

 

small-yellow-watermelon-Seeds-healthy-vegetable-Seeds_1

પરંપરાગત એવા મેલોડી અને બાહુબલી તરબૂચ કરતા સૌથી વધુ વિશાલાપીળી છાલ વાળા તરબૂચના ડબલ ભાવ ખેડૂતોને મળતા ભરૂચ જીલ્લાના ખેડૂતો તે તરફ વળ્યા છે.ભરૂચજીલ્લામાં કોરોના કાળ બાદ ખેડૂતોએ કઈ ખેતી કરવી તે પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો. પરંતુ પ્રગતિશીલ ખેડૂત નિર્મલસિંહ યાદવે ખેડૂતોને માહિતગાર કર્યા કે ઉનાળાની સીઝનમાં તરબૂચનું વાવેતર ફળદાઈ રહે છેઅને તેમાંય મેલોડી અને બાહુબલી તરબૂચ કરતા વધુ વિશાલા નામની પ્રજાતિના તરબૂચ ઉત્પાદન કરવું તે લાભદાયક હોય છે . આ તરબૂચના ઉત્પાદન માટે કોઈ વાતાવરણ નડતું નથી અને એટલે જ ઉનાળાની કાળઝાળ ગરમીમાં મીઠા મધુર તરબુચની માંગ રહેતી હોય છે. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયામાં નવ એકર જમીનમાં ત્રણ પ્રજાતિની તરબૂચની ખેતીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેમાં મેલોડી , બાહુબલી કરતા વિશાલા પીળી છાલ વાળા તરબુચની માંગ વધુ રહેતા વિશાલા નામના તરબૂચના ડબલ ભાવ ખેડૂતોને મળતા  ખેતરમાં મોટા પાયે રહેલા વિશાલા તરબૂચની ભારે માંગ જોવા મળી રહી છે.

 

small-yellow-watermelon-Seeds-healthy-vegetable-Seeds_1

તેથી ખેડૂતો વિશાલા તરબૂચની ખેતી તરફ વળી રહ્યા છે અને કેટલાય ખેતરોમાં વિશાલા તરબૂચનું મબલખ ઉત્પાદન જોવા મળે છે . ભરૂચ જીલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અન્ય ફળો સાથે તરબૂચનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે . પરંતુ આ વખતેઉનાળાની સીઝનમાં મુસ્લિમ બિરદારોનો રમઝાન માસ ચાલતો હોય અને તેમાં મેલોડી અને બાહુબલી નામના તરબૂચ  કરતા વિશાલા તરબૂચ મીઠા અને મધુર હોવાના કારણે ખેડૂતોએ આ વખતે મબલખ પ્રમાણમાં વિશાલા તરબૂચનુંઉત્પાદન કરી મબલખ પાક મેળવી બજારમાં વેપારીઓ સુધી ૫હોંચાડીસારો ભાવ મેળવી રહ્યા છે. ત્યારે એક કહી શકાય કે ભરૂચની ખારીસિંગની જેમ હવે વિશાલા તરબૂચે પણ તેની આગવી ઓળખ મેળવી છે.

Related posts

રાજકોટમાં બાલાજી વેફરના ગોડાઉનમાં મોડી રાત્રે બની લૂંટની ઘટના, લૂંટારુ લાખો રોકડ લઇ ફરાર

Mukhya Samachar

ગુજરાતમાં NIAના દરોડા યથાવત! નડિયાદની ફેક્ટરીમાં પડાઈ રેડ

Mukhya Samachar

અરબી સમુદ્રમાં સક્રિય થયેલ લો પ્રેસર ડિપ્રેશનમાં પરિવર્તિત: જાણો ગુજરાત પર શું અસર થશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy