Mukhya Samachar
Gujarat

સોમનાથ મંદિરના નામે 33.38 લાખની ઠગાઇ કરનાર એક ઈસમ ઝડપાયો

A fraud of 33.38 lakhs was caught in the name of Somnath temple

 

સોમનાથ મંદિરની વેબ સાઇડનો દૂર ઉપયોગ કરી યાત્રિકોને ઓનલાઈન લૂંટતો ઈસમ ઝડપાયો છે. મળતી વિગતો પ્રમાણે પોલીસે રાજસ્થાનના ભરતપુરમાંથી આપોરીને ઝડપી પાડ્યો છે. આ આરોપી ઓર્ગેનાઇઝેશન ક્રાઈમ કરતી ગેંગનો પણ સભ્ય હોવાની માહિતી મળી રહી છે. આરોપીને હાલ 10 દિવસના પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે. આરોપીએ રૂપિયા 1.91 લાખના સાયબર ક્રાઈમની કબૂલાત પણ કરી છે. અંદાજે 174 લોકોના 33.38 લાખની છેતરપિંડી કરી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે ગેંગના વધુ સાગરીતો પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.

A fraud of 33.38 lakhs was caught in the name of Somnath temple

જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકીંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સભ્યને ગીર સોમનાથ એલસીબીની ટીમએ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના આંતરરીયાળ ગામમાંથી ઝડપી પાડી ઓર્ગેનાઇઝેશન ક્રાઈમનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલ આરોપીએ રૂપિયા 1.91 લાખ ઓનલાઈન ઠગાઈ કર્યાની કબૂલાત આપી કરી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 174 પ્રવાસીઓ પાસે બુકીંગના નામે રૂપિયા 33.38 લાખની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.

આ ઓનલાઈન ફ્રોડના પર્દાફાશ અંગે માહિતી આપતા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા પ્રવાસીઓ સોમનાથ ટ્રસ્ટના મહેશ્વરી, લીલાવતી, સાગર દર્શન અતિથિ ગૃહોમાં રોકાણ અર્થે ઓનલાઇન રૂમ બુક કરાવવા વેબસાઇટ પર સર્ચ કરતા હોય છે. જેમાં ગત તારીખ 30 સપ્ટેમ્બરના રોજ અજાણ્યા શખ્સોએ સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગૃહોમાં બુકીંગ માટે ફેક વેબ પેઇઝ બનાવી તેમાં પોતાના ફોન નંબરો તથા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી એક પ્રવાસી પાસેથી બુકિંગ કરવાના બહાને કુલ રૂ.24,195 ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરી હતી.

Related posts

આજે ગુજરાતની ચૂંટણી તારીખો થઈ શકે છે જાહેર! બપોરે 12 વાગે ચૂંટણીપંચ યોજશે પત્રકાર પરિષદ

Mukhya Samachar

ભાજપે વધુ 3 ઉમેદવારોની યાદી કરી જાહેર! ભાજપે વિપુલ ચૌધરીના નજીકના નેતાને આપી ટિકિટ

Mukhya Samachar

નશાની હેરફેર! ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત લવાતો ગાંજો પકડાયો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy