Mukhya Samachar
Gujarat

સુરતમાં એસી લક્ઝરી બસમાં લાગી ભીષણ આગ

SURAT AC BUS BURN

સુરતમાં લક્ઝરી બસમાં લાગી આગ

બસમાં સવાર મહિલા જીવતી સળગી ગઈ

શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી

ગુજરાતની ડાયમંડ નગરી એવા સુરત શહેરમાં કપોદ્રા વિસ્તારમાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી છે. સુરતના હિરા બાગ સર્કલથી ભાવનગર તરફ જઈ રહેલી એક ખાનગી બસમાં મંગળવારે રાતે અચાનક આગ લાગી હતી. જેના કારણે થોડી જ વારમાં આખી બસ ભડભડ સળગી ઊઠી હતી. આ વિકરાળ આગમાં એક મહિલાનું મૃત્યું નીપજ્યું છે. આ દૂર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. પ્રાથમિક અનુમાન પ્રમાણે, ખાનગી બસમાં શોર્ટ સર્કિટને કારણે એસીમાં બ્લાસ્ટ થવાથી આ વિકરાળ આગ ભભૂકી હતી.

surat burning bus
A huge fire broke out in an AC luxury bus in Surat

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ સર્કલ ખાતે ખાનગી લક્ઝરી બસ રાજધાની સ્લીપર કોચમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં બસમાં સવાર એક મહિલાનું મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની જહેમત બાદ થોડી જ વારમાં આગ કાબૂમાં આવી ગઇ હતી. ફાયર વિભાગ દ્વારા બે લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગી તે સમયે આ બસમાં કુલ 15 મુસાફરો સવાર હતા. બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી.

સુરતના મેયર હિમાલી બોઘાવાલાએ સ્મીમેર હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સુરતના સાંસદ દર્શના જરદોશે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મળતી માહિતી પ્રમાણે, આ બસમાં 1×2ની વ્યવસ્થાની સ્લિપિંગ કોચમાં એસીની વ્યવસ્થા હતા. બસની પાછળના ભાગમાં બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા. જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. ત્યાં અચાનક આગ લાગી હતી. આ બોક્સમાં બેઠેલી મહિલા થોડી જ વારમાં જીવતી સળગી ગઈ હતી.

Related posts

અતિભારે વરસાદને પગલે આ 2.42 લાખ હેક્ટર પાકનું થયું ધોવાણ! ટૂંક સમયમાં સહાયની થશે જાહેરાત

mukhyasamachar

JEE મેઈન્સમાં સુરતનો મહિત 99.99 પર્સેન્ટાઈલ સાથે ગુજરાત ફર્સ્ટ: જાણો શું બોલ્યા પેરેન્ટ્સ

Mukhya Samachar

ગુજરાત થયું 5G સર્વિસથી સજ્જ: જાણો આજથી કેટલા જિલ્લાઓમાં થશે 5G સર્વિસ શરુ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy