Mukhya Samachar
Gujarat

યમનથી અમદાવાદ આવેલો શખસ AK 47ના પાર્ટ બનાવતા ઝડપાયો

Ahmedabad making parts of AK 47
  • યમનથી આવેલ ઈસમ અમદાવાદમાં AK 47ના પાર્ટ બનાવતો
  • પાર્ટ વિદેશ મોકલતો અને હાઇરેન્જની રાઇફલ પણ બનાવતો
  • આરોપીને રાજકોટનો ટ્રાન્સલેટર મળ્યો હતો

અમદાવાદને મેડિકલ ટૂરિઝમનું હબ માનવામાં આવે છે. અહીં વિદેશથી લોકો સારવાર માટે આવતાં હોય છે. કિડની, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અનેક વિદેશીઓ અમદાવાદ આવતાં હોય છે. ત્યારે વિદેશથી પિતાની સારવાર માટે આવેલો શખ્સ AK 47 ગનના પાર્ટ બનાવતો હોવાની જાણકારી મળતાં જ ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી લીધો છે. જેના કેટલોગ અને ફોટો પણ ક્રાઈમ બ્રાન્ચને મળ્યાં છે. આરોપી આખી ગન બનાવવાની જગ્યાએ અલગ અલગ પાર્ટ બનાવીને વિદેશમાં મોકલતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચ માની રહી છે.

Ahmedabad making parts of AK 47
A man from Yemen to Ahmedabad was caught making parts of AK 47

ક્રાઈમ બ્રાન્ચ તરફથી મળેલી વિગતો પ્રમાણે યમનનો નાગરીક અબ્દુલ અજીજ અલઅઝ્ઝાની પોતાના પિતાના મેડિકલ ગ્રાઉન્ડ પર મેડિકલ વિઝા મેળવીને ભારત આવ્યો હતો. સારવાર મેળવીને તેના પિતા પરત જતા રહ્યાં બાદ તે અમદાવાદની અલગ અલગ GIDCમાં AK 47 અને તેનાથી હાઈ રેન્જની રાયફલ બનાવવા માટેનું કામ કરતો હતો. તેણે રૂપિયા કમાવવા માટે ખતરનાક પ્લાન ઘડ્યો હતો. તે યમનમાં પોતાના ખાસ મિત્ર મુનિર મહંમદ કાસીમના કહેવાથી 17 નવેમ્બરે ભારત આવી ગયો હતો.

Ahmedabad making parts of AK 47
A man from Yemen to Ahmedabad was caught making parts of AK 47

ક્રાઈમ બ્રાન્ચની ટીમને 10મી ફેબ્રુઆરીએ સાંજે નિકોલ રીંગરોડ પાસે આવેલ હોટલ સ્કાય ઈન ટુ ના રૂમ નં 211માં રાયફલના અલગ અલગ પાર્ટસ બનાવવાના કોમ્પ્યુટરાઈઝ્ડ ગ્રાફિક્સ, એન્જિનિયરિંગ કંપનીના અલગ અલગ કેટલોગ મળ્યા હતાં. આરોપી પાસે રાયફલના પાર્ટ્સ પોતાની પાસે રાખવાનું તથા ખરીદ વેચાણ કરવાનું, પાર્ટ્સ આયાત નિકાસ કરવાનું કોઈ લાયસન્સ તથા આ રાયફલના પાર્ટ્સ ભારતમાં બનાવી યમનમાં મોકલવા માટે તેના મિત્ર મુનીર મહંમદ કાસીમે જણાવ્યું હતું. બંનેએ એકબીજાની મદદથી ગુનાહીત કાવતરૂ રચ્યું હતું.

Related posts

રેલ્વે ગુજરાતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનો પરિચય કરાવશે, આ વિશેષ ટ્રેન 28 ફેબ્રુઆરીએ દિલ્હીથી થશે રવાના

Mukhya Samachar

નર્સિંગ યુનિયને ભરતી કરવા મામલે સરકાર સામે ટ્વિટર પર આંદોલન આદર્યું!

Mukhya Samachar

ગુજરાતના ધરમપુરમાં ભગવાન શિવની અનોખી ભક્તિ, 31 લાખ રૂદ્રાક્ષથી બનેલું 31 ફૂટ ઊંચું શિવલિંગ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy