Mukhya Samachar
National

ગર્વની વાત! પહેલીવાર દેશની દીકરીઓ ઉડાવશે ચિનૂક હેલીકોપ્ટર; ચીનને આપશે ટક્કર

A matter of pride! For the first time the daughters of the country will fly the Chinook helicopter; Will compete with China

ઇન્ડિયન એરફોર્સે પહેલી વાર બે મહિલા કોમ્બેટ પાયલટને ચીનૂક હેલીકોપ્ટર યૂનિટને ઓપરેટ કરવાની જવાબદારી સોંપી છે. ચીનૂક હેલીકોપ્ટર સીમા પર તૈનાત જવાનોને મદદ પહોંચાડવામાં ખૂબ જ મહવની ભૂમિકા ભજવે છે. ચીનૂકનાં માધ્યમથી સીમા સુધી લાઈટ હોવિત્ઝર સુધી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. આ ઉત્તરી અને પૂર્વી સીમા સુધી સરળતાથી જઈ શકે છે, જ્યાં ભારત – ચીન સીમા પર તણાવની સ્થિતિ બનેલી છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે સ્કોડન લીડર્સ પારુલ ભારદ્વાજ અને સ્વાતી રાઠોરને ચીનૂક હેલીકોપ્ટર ઓપરેટ કરવાની જવાબદારો સોંપવામાં આવી છે. તે રશિયન મૂળનાં Mi-17V5ને પહેલા ઓપરેટ કરી રહી હતી. હવે તેમને CH-47F ચિનૂક યુનિટ ચંદીગઢ અને મોહનપુરી આસામમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ગત 28 મહિનાઓથી ફેસ ઓફ ચાલી રહ્યો છે. આવામાં ચિનૂક હેલીકોપ્ટર ઇન્ડિયન એરફોર્સ માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. આના માધ્યમથી ઉત્તરી અને પૂર્વી સીમા પાસે તૈનાત જવાનોને લાવવા અને માંદાદ પહોંચાડી શકાય છે. નવા અસાઇમેન્ટ ચિનૂકને ઉડાવતા પહેલા ભારદ્વાજ અને ઠાકોરે Mi-17V5ને ઉડાવવામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

A matter of pride! For the first time the daughters of the country will fly the Chinook helicopter; Will compete with China
ચિનૂક હેલીકોપ્ટર ઘણી ખાસિયતો ધરાવે છે. ભારતે તેને યુએસથી 2019-20માં લાવ્યું હતું. આ હેલીકોપ્ટર 650 કરોડ પ્રતિ યૂનિટની કિંમતનું છે. અધિકારીએ જણાવ્યું કે ચિનૂકને ઉડાવવું અને ઇન્ડિયન એરફોર્સનાં બાકી હેલીકોપ્ટર્સને ઉડાવવા ખૂબ જ અલગ અલગ છે. આ એકમાત્ર ટેન્ડમ રોટાર વિમાન છે જે ઇન્ડિયન એરફોર્સ ઓપરેટ કરી રહી છે. તેને ઉડાવવું એક ગર્વની વાત છે. કેમકે આ એક ફ્રન્ટ લાઈન ઓપરેશન બેસ્ડ હેલીકોપ્ટર છે.

ભારદ્વાજે Mi-17V5નાં 2019માં વૂમન ફ્લાઈટની કેપ્ટન્સી કરી હતી અને તેના બે વર્ષ બાદ તેમણે 2021ની રિપબ્લિક ડે પરેડમાં ભાગ લેનાર પહેલી મહિલા હેલીકોપ્ટર પાયલટ તરીકે ઓળખવામાં આવી હતી. જણાવી દઈએ કે m-17હતી ચિનૂક હેલીકોપ્ટરમાં મૂવ કરવું ખૂબ જ મોટી ઉપલબ્ધી છે. એરફોર્સમાં મહિલાઓ પોતાની કરિયર અલગ જ સ્તર પર સંભાળી રહી છે.

Related posts

લખનઉના હજરતગંજ વિસ્તારમાં આવેલ હોટલમાં લાગી ભીષણ આગ! ઘટનામાં બેનાં મોત

Mukhya Samachar

સૈન્યમાં અગ્નિપથ ભરતી યોજના થશે અમલ: હવે યુવાઓની 4 વર્ષ માટે થશે ભરતી

Mukhya Samachar

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હાજરી આપશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy