Mukhya Samachar
Gujarat

ઉપલેટામા મોલમાં ખરીદી કરવા આવેલ પિતા-પુત્રએ મોલ કર્મચારી સાથે મારામારી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ

a-police-complaint-lodged-a-police-complaint-with-a-mall-employee-who-was-shopping-at-upletama-mall
  • મોલના કર્મચારીએ ત્રણ વ્યક્તિઓ સામે નોંધાવી મારામારીની પોલીસ ફરિયાદ

ઉપલેટા શહેરમાં આવેલ રિલાયન્સ મોલની અંદર ખરીદી કરવા આવેલા ગ્રાહકોએ વસ્તુ ખરીદ્યા બાદ ડિજિટલ માધ્યમથી પેમેન્ટ ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ગ્રાહક તરફની ટેકનિકલ ખામીના કારણે ગ્રાહક તરફથી પેમેન્ટ અટકી જતા ગ્રાહકે મોલના કર્મચારી સાથે બબાલ સર્જી મારામારી કરી હતી જે બાબતે મોલના કર્મચારીએ ત્રણ વ્યક્તિઓ સામે ઉપલેટા પોલીસમાં મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઉપલેટા શહેરના બડા બજરંગ રોડ પર આવેલ રિલાયન્સ મોલની અંદર વસ્તુની ખરીદી કર્યા બાદ ડિજિટલ માધ્યમથી ગ્રાહકે ચુકવણી કરી હતી જેમાં ગ્રાહક તરફથી ટેકનિકલ ખામીના કારણે ચૂકવણી ન થઈ હતી અને ગ્રાહકનું ટેકનિકલ ખામી ના કારણે અટકી ગયું હતું ત્યારે ખરીદી કરવા આવેલા ગ્રાહકે રકમ પરત કરવાની અથવા તો માલ લઈ જવાની વાત કરી હતી જે બાબતે મોલના કર્મચારીઓ દ્વારા તેમને ટેકનિકલ ખામી હોવાની બાબતે સમજણ આપી અને બેંક તરફથી તેમને રકમ પરત મળી જશે તે બાબતે સમજાવ્યું હતું ત્યારે આ બાબતે બોલાચાલી કરી અને ખરીદી કરવા આવેલા પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓએ ગાળા ગળી કરી અને મારામારી કર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ આ સમગ્ર બાબતે ત્રણ વ્યક્તિઓ સામે મોલ કર્મચારી પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

a-police-complaint-lodged-a-police-complaint-with-a-mall-employee-who-was-shopping-at-upletama-mall

ઉપલેટામાં આવેલા આ મોલ ની અંદર ખરીદી કરવા આવેલા પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓએ ખરીદી કરી અને ડિજિટલ માધ્યમથી પૈસાની ચુકવણી માટે પ્રયત્ન કર્યો હતો જેમાં ગ્રાહક તરફથી ટેકનિકલ ખામી સર્જાતા ડિજિટલ પેમેન્ટ શક્ય ન બન્યું હતું અને ચુકવણી ના થઈ હતી જેથી મોલના કર્મચારીઓ દ્વારા તેમને સમજાવવાનો પ્રયત્ન કરી સમજૂતી આપવામાં આવી હતી તેઓ મોલના કર્મચારીઓએ જણાવ્યું છે પરંતુ ગ્રાહકને આ બાબતે સમજ ન પડતા તેમને ઉગ્ર બોલાચાલી કરી અને મોલની અંદર કામ કરતા કર્મચારી સાથે બબાલ સરજી અને ઝપાઝપી કરી માર મારવાનું શરૂ કરી દીધું હતું જેમાં મોલની અંદર કામ કરતા અજય અશોકભાઈ વાણીયા નામના યુવકને પિતા પુત્ર સહિત ત્રણ જેટલા વ્યક્તિઓએ માર મારી અને ગાળા ગાડી કરી હતી જેમાં મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ચૂકી છે ત્યારે સમગ્ર બાબતે આ ઘટના બાદ મોલના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા અને સમગ્ર બાબતે ઉપલેટા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર બાબતે પૂછતા તેને તપાસ શરૂ કરી હતી.

ઉપલેટામા મોલની અંદર થયેલ બબાલમાં સમગ્ર બાબતે મોલમાં કામ કરતા અજય અશોકભાઈ વાણીયા નામના યુવકે ઉપલેટા પોલીસ મથકમાં સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરી છે જેમાં રજાક ઉર્ફે કાળીયો ગનીભાઈ ઓડિયા તેમજ તેમના પુત્ર મહંમદહુસેન રજાકભાઈ ઓડિયા અને અન્ય એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ત્યારે સમગ્ર બાબતે ઉપલેટા પોલીસે ફરિયાદીની ફરિયાદ દાખલ કરી આઈ.પી.સી. કલમ ૩૨૩,૫૦૪, અને ૧૧૪ મુજબનો ગુનો નોંધી સી.સી.ટી.વી. ના આધારે તપાસના ધમધમાટ શરૂ કરી અને મારામારી કરી બબાલ સર્જનાર વ્યક્તિઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને સમગ્ર બાબતે ત્રણેય હુમલાખોરોને ઝડપી લીધા હોવાનું પણ સામે આવ્યું છે અને હાલ સમગ્ર બાબતે ઉપલેટા પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અહેવાલ:- કાનાભાઈ સુવા/ઈમરાનભાઈ ઉપલેટા

Related posts

મકાન ખરીદનારાઓને મોટી રાહત: ફક્ત બાંધકામ ખર્ચ પર GST લાગુ થશે: ગુજરાત ​​​​​​​હાઈકોર્ટે આપ્યો ચુકાદો

Mukhya Samachar

આર્કિટેક્ટથી MBA સુધીનો અભ્યાસ કરતા 58 યુવાનોએ લીધી દીક્ષા, બાપ્સ આશ્રમમાં કરશે તપસ્યા

Mukhya Samachar

રખડતા ઢોર મુદ્દે HCમાં સરકારે આપ્યો જવાબ! કહ્યું: ‘100 નંબર પર ફરિયાદ કરી શકાશે, CCTVનું નેટવર્ક વધારાશે’

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy