Mukhya Samachar
Gujarat

અમદાવાદ હાઇવે પર બામણબોર નજીક ખાનગી બસ નાળામાં ખાબકી! 15 મુસાફરો ઇજાગ્રસ્ત

A private bus broke down near Bamanbor on the Ahmedabad highway! 15 passengers injured

રાજકોટ  અમદાવાદ હાઇવે પર એક બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માત બામણબોર નજીક સર્જાયો હતો. જ્યાં ખાનગી બર રોડ પરથી ઉતરી ગઇ હતી અને રસ્તાની બાજુમાં નાળામાં ખાબકી હતી. અકસ્માતમાં 15 મુસાફરોને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આજે વહેલી સવારે મુસાફરો ભરેલી બસ બામણબોર નજીકથી પસાર થઇ રહી હતી, ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. અચાનક જ બસ રસ્તાની સાઇડમાં ઉતરી ગઇ હતી અને નાળામાં ખાબકી હતી. આ ઘટનામાં 15 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.

A private bus broke down near Bamanbor on the Ahmedabad highway! 15 passengers injured

બસચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. બસ ડ્રાઇવરને ઝોંકુ આવી જતાં બસ રસ્તાની બાજુમાં ઉતરી ગઇ હોવાનું પણ મનાઇ રહ્યું છે. જોકે, આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, આજકાલ ખાનગી બસના અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. જેના પગલે ખાનગી બસોમાં મુસાફરી કરતાં લોકોમાં ઉચાટ પણ જોવા મળી રહ્યો છે. બસ પલટી મારી જવી, રસ્તાની બાજુમાં ઉતરી જવી અથવા અન્ય વાહન સાથે ભટકાઇ જવાની ઘટનાઓમાં મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતી હોવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહી છે.

 

Related posts

બનાસકાંઠામાં ખેડૂતો ક્રાંતિના મૂડમાં : જાણો શું છે ખેડૂતો ની માંગ

Mukhya Samachar

ગીર સોમનાથમાં રહેણાક વિસ્તારમાં લાગી વિકરાળ આગ! લોકોમાં નાસભાગ મચી

Mukhya Samachar

ભાવેણાવાસીઓનો મતદાન અંગે અનેરો ઉત્સાહ બપોર 1 વાગ્યા સુધીમાં જિલ્લામા 32.74% મતદાન થયુ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy