Mukhya Samachar
National

જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ મચી

A stampede broke out at the Vaishnodevi temple
  • જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડ મચી
  • ભાગદોડમાં 12 લોકોના મોત,14ને ઇજા પહોંચી
  • શ્રદ્ધાળુઓ વચ્ચે કોઈ વાત બાબતે વિવાદ થયો હતો
A stampede broke out at the Vaishnodevi
A stampede broke out at the Vaishnodevi temple in Jammu and Kashmir

નવા વર્ષની શરૂઆતમાં દુઃખદ બનાવ બન્યો છે. જમ્મુ-કાશ્મીરમાં કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાતે લગભગ 2.45 વાગ્યે ભાગદોડ મચી હતી, જેમાં 12 લોકોનાં મોત થયાં છે અને 14થી વધારે લોકો ઘાયલ થયા છે, એમાં 3 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. હેલ્પલાઇન નંબરો- 01991-234804, 01991-234804 પણ જાહેર કર્યો છે. સમગ્ર મામલે જમ્મુ-કાશ્મીરનાં DGP દિલબાગ સિંહે જણાવ્યું હતુ કે શ્રધ્ધાળુઓ વચ્ચે કોઈ વાત બાબતે વિવાદ થયો હતો. તેમાં ધક્કા-મુક્કી થઈ ગઈ હતી અને ભાગદોડ મચી ગઈ હતી.

ઘટનાંસ્થળે હાજર લોકોનું કહેવું છે કે લોકોની સુરક્ષા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી. એક શ્રધ્ધાળુએ જણાવ્યુ હતું કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને નીકળવા મોટેનો કોઈ રસ્તો પણ ન હતો. ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકો યુપી, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના છે, એમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું હતું કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હતી. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. બહાર નીકળવા માટે કોઈ રસ્તો જ ન હતો.

A stampede broke out at the Vaishnodevi temple
A stampede broke out at the Vaishnodevi temple in Jammu and Kashmir

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બનાવ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. મોદીએ ટ્વીટમાં કહ્યું છે કે માતા વૈષ્ણોદેવી ભવનમાં થયેલી ભાગદોડમાં લોકોએ જીવ ગુમાવ્યા એનાથી ખૂબ દુ:ખી છું. શોકમાં ડૂબેલા પરિવાર પ્રત્યે મારી સંવાદના છે. ઘાયલો ઝડપથી સાજા થઈ જાય એવી હું પ્રાર્થના કરું છું. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ મૃતકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘાયલોના સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ ઉઠાવશે.

Related posts

પૂર્વોત્તરમાં LAC સહિત ઘણા વિસ્તારોમાં ભારતીય વાયુસેના કરશે ‘પ્રલય’ અભ્યાસ

Mukhya Samachar

શાંતિના નોબેલ પુરસ્કારની જાહેરાત! જાણો કોને કોને મળ્યા છે આ એવોર્ડ

Mukhya Samachar

વિદેશ મંત્રી એ જયશંકર ત્રણ દિવસની મુલાકાતે ફિજી પહોંચ્યા, કહ્યું- હિન્દી સમર્થકોને મળવા આતુર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy