Mukhya Samachar
Gujarat

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળશે! આ મુદ્દાઓ પર થશે ચર્ચા

A two-day monsoon session of the Assembly will be held before the elections in Gujarat! These issues will be discussed

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂર્વેનું આખરી ચોમાસું સત્ર આગામી તારીખ 21 અને 22 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે મળી રહ્યું છે. આ બે દિવસમાં હાથ કરવાના કામકાજને લઈને આજે બપોરે 12 વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. જેમાં વિધાનસભાના સત્ર દરમિયાન હાથ ધરવાના કામોની આખરી ઓપ આપવામાં આવશે.

આ બેઠક વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યના વડપણ હેઠળ મળશે. આ બેઠક દરમિયાન વિરોધ પક્ષ દ્વારા માત્ર બે દિવસ માટે બોલાવવામાં આવેલા વિધાનસભાના સત્રનો વિરોધ કરવામાં આવશે તેમજ બે દિવસના બદલે વધુ સમય માટે આ સત્ર બોલાવવું જોઈએ અને પ્રજાના પ્રશ્નો પર ચર્ચા થવી જોઈએ તેવી માગણી કરવામા આવશે.

A two-day monsoon session of the Assembly will be held before the elections in Gujarat! These issues will be discussed

આ સત્ર દરમિયાન ગુજસીટોકને ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એન્ડ એડમેન્ટ એક્ટ લાવવામાં આવનાર છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયકનો ઉદ્દેશ રાજ્યમાં અન્ય ઠેકાણે ચાલતી લો કોલેજને નેશનલ યુનિવર્સિટી સાથે સાંકળવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.

આ ઉપરાંત ઢોર નિયંત્રણનો કાયદો પરત ખેંચવાને લઈને માલધારીઓ દ્વારા દબાણ કરવામાં આવતા સરકારે આ કાયદો પરત ખેંચવાની તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાત મ્યુનિસિપાલટી એકટમાં સુધારા સંદર્ભે વિધેયક સત્ર દરમિયાન લાવવામાં આવશે. ગુજરાત જીએસટી સુધારા વિધેય 2022, ગુજરાત મ્યુનિસિપાલિટી સુધારા વિધેક 2022, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક 2022, વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વની જાહેરાતો વિધાનસભાના ફ્લોર પરથી મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવશે. બીજી બાજુ વિધાનસભાના સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા વિવિધ મોરચે સરકારને ઘેરવાનો પણ પ્રયત્ન થશે.

Related posts

ઉપલેટાના ખેડૂત દંપતીએ વડાપ્રધાનને પત્ર લખી ઇચ્છા મૃત્યુની કરી માંગ

Mukhya Samachar

બનાસકાંઠાના ડીસાના કુંપટ ગામમાં ટોળાએ પોલીસ પર હુમલો કર્યો

Mukhya Samachar

રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં શ્રમિકોને રહેવા માટે બનશે શ્રમનિકેતન! ગાંધીનગરમાં MOU થયા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy