Mukhya Samachar
Gujarat

સુરેન્દ્રનગરના અવકાશમાં સર્જાઈ અનોખી ખગોળીય ઘટના! એક લાઇનમાં પ્રકાશિત વસ્તુ દેખાતા લોકોમાં કુતૂહલ

A unique astronomical phenomenon occurred in the space of Surendranagar! Curiosity in people seeing something highlighted in a line

સુરેન્દ્રનગર જિલ્લામાં આકાશમાં અનોખી ઘટના મળી જોવા મળી છે. કોઇ પ્રકાશિત વસ્તુ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયો હતો. સુરેન્દ્રનગરમાં મોડી સાંજે આકાશમાં અનોખી ઘટના જોવા મળી હતી. લાઈનમાં પ્રકાશિત વસ્તુ પસાર થતી જોવા મળી હતી. સુરેન્દ્રનગરના લીંબડી, સલાયા, ચોટીલામાં નજારો જોવા મળ્યો હતો. આકાશમાં દેખાતી વસ્તુથી લોકોમાં ભારે કુતુહલ સર્જાયો હતો.

A unique astronomical phenomenon occurred in the space of Surendranagar! Curiosity in people seeing something highlighted in a line

સુરેન્દ્રનગરમાં આકાશમાં જોવા મળેલી અનોખી ઘટના કેમેરામાં કેદ થઇ હતી. આકાશમાં કતારમાં કોઇ પ્રકાશિત વસ્તુ જતી જોવા મળી હતી. આ કોઇ એક વિસ્તાર નહીં પરંતુ લીંબડી, સલાયા, ચોટીલામાં આકાશમાં આ અનોખી ઘટના જોવા મળી હતી. આકાશમાં લાઇનમાં કોઇ પ્રકાશિત વસ્તુ પસાર થઇ રહી હોય તેવું જોતાં જ લોકોમાં કુતુહલ સર્જાયો હતો અને લોકો આ અનોખી ઘટનાને જોવા માટે આકાશ તરફ ટસી રહ્યા હતા. સાથે જ લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી છે. જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

આ કતારમાં એક બે નહીં પણ અનેક ચમકતી વસ્તુઓ એક સાથે શિસ્તબધ લાઇનમાં જોવા મળી હતી. આકાશમાં આવી ઘટના સામાન્ય રીતે જોવા મળતી નથી, પરંતુ લોકોની નજર પડતાં જ લોકોએ વીડિયો ઉતારી તેને કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. હાલ આ સમગ્ર ઘટના કેવી રીતે અને કેમ ઘટી તેની કોઇ માહિતી સામે આવી નથી.

 

Related posts

ગીરમાં સિંહ દર્શન કરવા જવું હોય તો ખાસ વંચાજો: આ તારીખથી સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર

Mukhya Samachar

હજુ ત્રણ દિવસ ગુજરાત પર અતિભારે વરસાદનો ખતરો!

Mukhya Samachar

તમારા વાહનના કાંચ પર છે લખાણ તો આજે જ હટાવી લેજો! જાણો સરકારે શું પરિપત્ર પાડ્યો છે બહાર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy