Mukhya Samachar
GujaratPolitics

AAPના આક્રમક અને ઉપવાસી મહેશ સવાણીની તબિયત લથડી

MAHESH SAVANI HEALTH
  • AAPના મહેશ સવાણીની તબિયત લથડી
  • ડોક્ટરે આહાર લેવા કહ્યું પણ ઉપવાસ ચાલુ
  • હેડ ક્લાર્ક પેપર લીક મામલે 6 દિવસથી ઉપવાસ ચાલુ

હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરનાં પગલાં ભરવા, યુવાનોને વળતર ચૂકવવાની માગ સાથે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી ગુલાબસિંઘ યાદવ અને મહેશ સવાણી છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. એ દરમિયાન ગઈકાલે મહેશ સવાણીની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.

જ્યારે આજે મહેશ સવાણીના નબળા સ્વાસ્થ્યથી ચિંતિતિ હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે ઉપવાસ તોડી આહાર અથવા થોડું પ્રવાહી લેવા ખૂબ વિનંતી કરી છતાં સવાણી આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાના પોતાના નિર્ણય પર અડગ છે. અમદાવાદમાં આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગઈકાલે મહેશ સવાણીનું રૂટિન હેલ્થ ચેકઅપ થયું હતું. એ દરમિયાન શુગર લેવલ ઘટતું જણાતાં ડોક્ટરની સલાહથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

મહેશ સવાણી પ્રભારી, ગુલાબસિંહ યાદવ સાથે છેલ્લા 6 દિવસથી ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પેપર લીક મામલે વિરોધમાં આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. ગઈકાલે આમ આદમી પાર્ટી પ્રદેશ કાર્યાલય ખાતે NCPનાં પ્રદેશ નેતા રેશ્મા પટેલ અને AMCના મ્યુનિ.કોર્પોરેટર નિકુલ તોમરે આમરણાંત ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી.

Related posts

લલિત વસોયાએ ભાજપ પ્રેમ પર આપી સ્પષ્ટતા! કહ્યું: ‘મેં દિલ્હીના ઠગોને મત ન આપવા ગુજરાતની પ્રજાને અપીલ કરી છે’

Mukhya Samachar

ગુજરાત ATSએ મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ કર્યો: યુવતીઓ ડ્રગ્સ માટે કોઈપણ હદે જતી

Mukhya Samachar

ઉડતા ગુજરાત? કચ્છબાદ અમદાવાદથી પકડાયું લાખોનું ડ્રગ્સ!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy