Mukhya Samachar
Politics

આપના ગાયબ 5 કોર્પોરેટર ભાજપમાં જોડાશે

AAP CORPORATER JOIN BJP
  • આપના ગાયબ 5 કોર્પોરેટર ભાજપમાં જોડાશે
  • આપના 4 કોર્પોરેટર 4 દિવસથી હતા ગાયબ
  • મહેશ સવાણી બાદ આપને વધુ એક ઝટકો

એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં આમ આદમી પાર્ટી ભંગાણને આરે હોય તેવું લાગી રહ્યું છે. મહેશ સવાણી અને વિજય સુવાળા બાદ સુરતમાં હવે કોર્પોરેટરો પણ આપનો સાથ છોડે તેવી શક્યતા સેવાઈ રહી છે. કારણકે આમઆદમી પાર્ટીના 4 કોર્પોરેટરો 4 દિવસથી ગાયબ છે.  આમ આદમી પાર્ટી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાજપ દ્વારા આપના કોર્પોરેટરોને ખરીદવામાં આવી રહ્યા છે. જોકે જો આ કોર્પોરેટરો AAPમાં જોડાયા તો પાર્ટીને મોટો ફટકો પડી શકે છે.

AAP corporater join bjp
AAP missing 5 corporators will join BJP

નારાજ થયેલા કોર્પોરેટરો ભાજપમાં જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જેમા તેઓ ભાજપ કાર્યાલય કમલમમાં જોડાય તેવી શક્યતા. હાલ તો જોકે ભાજપ પણ વેઈટ એન્ડ વોચના મોડમાં હતી. અને તમામ કોર્પોરેટરો ગાંધીનગરમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સાથેજ આ કોર્પોરેટરો ભાજપ કાર્યાલાય કમલમમાં જોડાય તેવી શક્યતા છે. ત્યારે જે પણ કોર્પોરેટરો ગાયબ થયા છે તેમના નામ નીચે મુજબ છે. જેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

સુરત વોર્ડ 3 ઋતા કેયુર કકડીયા, વોર્ડ 2 ભાવના ચીમન સોલંકી,  વોર્ડ 16 વિપુલ ધીરુભાઈ મોવલિયા, વોર્ડ 8 જ્યોતિકા લાઠીયા અને વોર્ડ 5 મનીષા કુકડીયા ગાયબ થયા બાદ આ તમામ કોર્પોરેટરો ભાજપમાં જોડાશે. અને અંતે તમામ અટકળોનો અંત આવ્યો છે અને સુરત આમ આદમી પાર્ટીના તમામ 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાશે તેવા સમાચાર મળ્યા છે.

Related posts

ગુજરાતની ચૂંટણી વહેલી થવાની વાતને લઈ સી આર પાટીલે કહ્યું કઈક આવું…

Mukhya Samachar

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે તારીખો જાહેર, 10 મેના રોજ મતદાન; 13 મેના રોજ પરિણામ

Mukhya Samachar

બળવાખોર સિંદેનું મોટું નિવેદન; “અમે શિવસેના માજ છીએ; મુંબઈ માટે ટૂંક સમયમાં રવાના થશુ”

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy