Mukhya Samachar
Gujarat

સુરતમાં વર્ષ 2019માં સગીરા પર દુષ્કર્મ આચારનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારાઇ

Accused who raped a minor in Surat in 2019 sentenced to 20 years

સુરતમાં ત્રણ વર્ષ પહેલાં 2019માં ઈચ્છાપોર પોલીસમથકની હદમાં રહેતી 15 વર્ષની તરૂણીને લગ્નની લાલચે ભગાડી જઈને આચરેલા દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુરત કોર્ટે સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. તેમજ પીડિતાને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે. ઇચ્છાપોર પોલીસની હદમાં વર્ષ 2019માં આ દુષ્કર્મનો બનાવ બન્યો હતો.

મિત્રની જ સગીર બહેનને ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારે આ મામલે આરોપી સાગર વસાવા સામે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તમને જણાવી દઇએ કે, આરોપીએ જ્યારે ગુનો કર્યો હતો ત્યારે તે પણ સગીર હતો. આ કેસમાં કોર્ટો ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલાં નોંધાયેલા પોક્સો એક્ટના ભંગના ગુનામાં આરોપી સાવન વસાવા વિરૂદ્ધના કેસની અંતિમ સુનાવણી હાથ ધરાઇ હતી.

Accused who raped a minor in Surat in 2019 sentenced to 20 years

 

જે મામલે સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ આરોપી વિરૂદ્ધના કેસમાં સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. આથી આરોપીના બચાવપક્ષે આરોપી 19 વર્ષનો યુવાન હોય તથા ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ હોવાથી સજામાં રહેમ રાખવાની માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી અન્ય કોઈ નહીં પરંતુ ભોગ બનનાર 15 વર્ષની તરૂણીના ભાઈનો મિત્ર છે.

સગીર હોવાનું જાણવા છતાં દુષ્કર્મ આચરીને ગંભીર ગુનો આચર્યો હોઈ સજામાં રહેમને બદલે દાખલો બેસે અને કાયદાકીય વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે મહત્તમ સજા કરવી જોઇએ. આથી, કોર્ટે આરોપીને સજા ફટકારતા નોંધ્યું હતું કે, આરોપી ભોગ બનનાર તરૂણીના ભાઈનો મિત્ર હોઈ નૈતિકતાના ધોરણે પણ આરોપીની બહેન ગણી શકાય. તેમ છતાં આરોપીએ 15 વર્ષની તરૂણીનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચરતા આરોપીને મહત્તમ સજા કરવી એ ન્યાયના હિતમાં છે.

Related posts

ગુજરાત ચૂંટણી : મોરબીમાં મહિલા બીમાર હોવા છતાં મતદાન કરવા પહોંચીને મતદાન જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું

Mukhya Samachar

સરકારી કર્મચારીઓનું આંદોલન સમેટાયું! સરકારે 15 જેટલી માંગણીઓ સ્વીકારી

Mukhya Samachar

લીલા વૃક્ષો કરમાયા? ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ ગાંધીનગરમાં વૃક્ષોની સંખ્યા ઘટી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy