Mukhya Samachar
Entertainment

એક્ટર હર્ષવર્ધન કપૂરે એક ઇન્ટરવ્યૂમાં રિલેશનશિપમાં હોવાનું કબૂલાત કરી

Actor Harshvardhan Kapoor confessed in an interview that he was in a relationship
  • ભૂતકાળમાં યુવતી સાથે ડિનર ડેટ પર જોવા મળ્યો હતો
  • વાસ્તવમાં હર્ષવર્ધન ખાવાપીવાનો બહુ શોખીને છે
  • હર્ષવર્ધન પ્રેમસંબંધ બહુ ખાનગી રાખવા ઈચ્છે છે

Actor Harshvardhan Kapoor confessed in an interview that he was in a relationship

એક્ટર હર્ષવર્ધન કપૂરે કન્ફર્મ કર્યું છે કે પોતે હાલ રિલેશનશિપમાં છે. જોકે, તેણે પોતાની પ્રેયસીની ઓળખ જાહેર નથી કરી. તેણે એટલું જ કહ્યું છે કે હવે આજકાલ તે રિલેશનશિપમા છે અને ગર્લફ્રેન્ડ માટે રસોઈ બનાવતાં શીખવા માગે છે.હર્ષવર્ધન નજીકના ભૂતકાળમાં એક-બે વખત કોઈ યુવતી સાથે ડિનર ડેટ પર જતો જોવા મળ્યો છે. જોકે, તેની ગર્લફ્રેન્ડ કોણ છે તે હજુ પણ અટકળનો વિષય છે.આખરે એક ઇન્ટરવ્યૂમાં હર્ષવર્ધને કબુલ્યું છે કે પોતે એક રિલેશનશિપમાં છે.વાસ્તવમાં હર્ષવર્ધન ખાવાપીવાનો બહુ શોખીને છે. એ સંદર્ભમાં તેને પૂછાયુ ંહતું કે તેને ખાવાપીવાનું આટલું ગમે છે તો કશું બનાવતાં પણ આવડે છે કે નહીં. આ પ્રશ્નજા જવાબમાં હર્ષવર્ધને કહ્યું હતું કે ના મને કશું બનાવતાં નથી આવડતું. પરંતુ, હું હવે એક રિલેશનશિપમાં છું અને મારી મારી ગર્લફ્રેન્ડ માટે રસોઈ શીખવી છે.હર્ષે પોતાના સંબંધો વિશે વધુ વિગતો નથી આપી.

Actor Harshvardhan Kapoor confessed in an interview that he was in a relationship

આ અગાઉ કેટલાક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું છે કે પોતે પોતાનો પ્રેમસંબંધ બહુ ખાનગી જ રાખવા ઇચ્છશે.હર્ષવર્ધને એમ પણ જણાવ્યું છે કે ગયાં વર્ષે કોરોના ત્રાટક્યો તે પછી તેને લાગ્યું હતું કે તેણે પોતાની જિંદગી પોતાની રીતે જીવવી જોઇએ. આથી તેણે પિતા અનિલ કપૂરનો બંગલો છોડી દીધો હતો. હવે તે કાર્ટર રોડ પર પોતાનાં અલાયદાં ઘરમાં રહે છે. તે પિતા પાસેથી કોઈ આર્થિક મદદ પણ મેળવતો નથી અને પોતાના તમામ ખર્ચા જાતે જ વેઠે છે. તે સેકન્ડ હેન્ડ લેમ્બોર્ગિની ખરીદવા ઇચ્છે છે.ઉલ્લેખનિય છે કે પિતા  અનિલ કપૂર અને બહેન સોનમ કપૂરને ફિલ્મોમાં મળેલી સફળતા સામે હર્ષવર્ધન લાંબા સમયથી સંઘર્ષ જ કરી રહ્યો છે. એક વેબ સિરીઝમાં તેના કામની પ્રશંસા થઇ હતી. હવે ઓટીટી પર અનિલ કપૂર સાથે તેની ફિલ્મ થાર આવી રહી છે.

Related posts

ગંગુબાઈ કાઠિયાવાડી’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ જર્મનીમાં યોજાશે

Mukhya Samachar

શેરમાર્કેટ બાદ હવે આ સ્કેમ પર “સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી” આવી રહી છે સીરીઝ

Mukhya Samachar

Singham Again: ‘લેડી સિંઘમ’ના અવતારમાં જોવા મળશે દીપિકા પાદુકોણ, પહેલીવાર અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરશે

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy