Mukhya Samachar
Business

દેશના ધનકુબેર બન્યા અદાણી: વિશ્વના સૌથી 5 અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી સામેલ

Adani becomes country's richest man: Gautam Adani joins list of world's 5 richest people
  • વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી પાંચમા સ્થાને
  • વિશ્વના 10 સૌથી ધનિકોમાં બે ભારતીય
  • અંબાણી યાદીમાં 8માં ક્રમાંક પરAdani becomes country's richest man: Gautam Adani joins list of world's 5 richest people

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં પાંચમા ક્રમાંકે આવી ગયા છે. અદાણીની કુલ નેટવર્થ 123.1 અરબ ડૉલર હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે. તેઓએ Berkshire Hathaway ના વૉરેન બફેટને પણ પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. એટલે કે, વૉરેન બફેટ 121.7 અરબ ડૉલરની કુલ અંદાજિત નેટવર્થ સાથે હવે છઠ્ઠા સ્થાને આવી ગયા છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સની દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં આઠમા ક્રમાંકે છે.

Adani becomes country's richest man: Gautam Adani joins list of world's 5 richest people

આ રીતે, વિશ્વના 10 સૌથી અમીર લોકોમાં બે ભારતીયોનો સમાવેશ થાય છે. અંબાણીની કુલ નેટ વર્થ (મુકેશ અંબાણી નેટવર્થ) 103.70 અરબ ડૉલર આંકવામાં આવી.ટેસ્લા (Tesla) અને સ્પેસએક્સ (SpaceX) ના પ્રમુખ એલન મસ્ક આ યાદીમાં પ્રથમ સ્થાને છે. તેઓની કુલ નેટવર્થ 269.70 અરબ ડૉલર હોવાનો અંદાજ છે. જેફ બેઝોસ 170.2 અરબ ડૉલરની કુલ સંપત્તિ સાથે બીજા ક્રમાંકે છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમના પરિવારની કુલ સંપત્તિ અંદાજે 166.8 અરબ ડૉલર આંકવામાં આવી છે અને તેઓ આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

Adani becomes country's richest man: Gautam Adani joins list of world's 5 richest people

દુનિયાના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં બિલ ગેટ્સ ચોથા નંબર પર છે. તેઓની કુલ સંપત્તિ 130.2 અરબ ડૉલર હોવાનો અંદાજ છે. આ યાદીમાં લેરી એલિસન સાતમા સ્થાને છે. તેમની કુલ નેટવર્થ 107.6 અરબ ડૉલર હોવાનો અંદાજ છે. લેરી પેજની કુલ સંપત્તિ 102.4 બિલિયન ડોલર અંદાજવામાં આવી છે અને તેઓ આ યાદીમાં નવમાં સ્થાને છે. આ સાથે જ સર્ગેઈ બ્રિન 98.5 અરબ ડૉલરની કુલ સંપત્તિ સાથે 10માં ક્રમાંકે છે.

Related posts

વધતી મોંઘવારીને લઈ RBI ગવર્નર શક્તિકાંત દાસે આપ્યું નિવેદન! જાણો શું કહ્યું?

Mukhya Samachar

ગોલ્ડ રિસાયકલિંગમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે! રિફાઇનિંગમાં આવી 5 ગણી વૃદ્ધિ

Mukhya Samachar

આવી રીતે બીજી બેન્કમાં તમારી લોન કરો ટ્રાન્સફર ઘટી જશે EMI

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy