Mukhya Samachar
Business

અદાણી ગ્રૂપ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીએ કર્યો ‘નો પોચિંગ એગ્રીમેન્ટ’! જાણો શું છે આ કરાર

Adani Group and Reliance Industries made a 'No Poaching Agreement'! Know what this structure is

વિશ્વના ત્રીજા સૌથી અમીર ગૌતમ અદાણીના જૂથે મુકેશ અંબાણીના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે નો પોચિંગ એગ્રીમેન્ટ કર્યો છે. આ નો પોચિંગ એગ્રીમેન્ટનો અર્થ છે રિલાયન્સ ગ્રૂપ અને અદાણી ગ્રૂપના કર્મચારીઓને એકબીજાના ગ્રૂપની કંપનીઓમાં જગ્યા નહીં મળે. આ એગ્રીમેન્ટથી બંને ગ્રૂપની કંપનીઓના ટેલેન્ટને એક બીજામાં હાયર નહિ કરી શકે.

બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ મુજબ આ એગ્રીમેન્ટ આ વર્ષે મેમાં લાવવામાં આવ્યો હતો, આ બંને કંપનીઓના તમામ બિઝનેસ પર લાગુ થશે. બંને ગ્રૂપમાં હવે ધીમે-ધીમે હરિફાઈ વધી રહી છે કેમકે અદાણી ગ્રૂપ ધીમે ધીમે તે તમામ વ્યવસાયમાં પગ જમાવવાના પ્રયાસમાં છે જ્યાં રિલાયન્સ ગ્રૂપ પહેલેથી એક મોટી બ્રાન્ડ છે. જેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે ગત વર્ષે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડની સાથે અદાણી જૂથે પેટ્રોકેમિકલ્સ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પહેલેથી જ દેશની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે અને જે વર્ષોથી આ સેક્ટરમાં કાર્યરત છે.

Adani Group and Reliance Industries made a 'No Poaching Agreement'! Know what this structure is

આ ઉપરાંત હાલમાં અદાણી ગ્રૂપે 5G સ્પેક્ટ્રમ માટે બોલી લગાવી હતી જે ક્ષેત્રમાં રિલાયન્સની રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. હકિકતમાં બંને જૂથ આ એગ્રીમેન્ટ એટલા માટે કર્યો છે કેમકે કંપનીઓ વચ્ચે ટેલેન્ટ વોરને રોકી શકાય.

રિપોર્ટ મુજબ આ એગ્રીમેન્ટ પછી મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સની કંપનીઓમાં કામ કરતા 3.80 લાખથી વધુ કર્મચારીઓ માટે હાલ ગ્રૂપ કે નોકરી બદલી અદાણી જૂથની કંપનીઓમાં કામ કરવાનું શક્ય નથી. આ ઉપરાંત અદાણી ગ્રૂપની કંપનીઓના 23 હજારથી વધુ એમ્પ્લોઈ મુકેશ અંબાણીની કોઈ પણ કંપનીમાં નોકરી નહીં કરી શકે.

Related posts

ભારતે 10 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષયાંક 5 મહિનામાં સિધ્ધકરી 4100 કરોડની કરી બચત

Mukhya Samachar

શેરમાર્કેટમાં રોકાણ કરવા ઇચ્છો છો? તો આ રીતે શોધો સસ્તા સ્ટોક્સ

Mukhya Samachar

આ બેંકના ખાતાધારકો માટે જરૂરી સમાચાર, રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય; જાણવું જરૂરી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy