Mukhya Samachar
Entertainment

100 દિવસની સારવાર બાદ પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરી ઘરે આવી; પ્રિયંકા અને નિક થયાં ભાવુક

After 100 days of treatment, Priyanka Chopra's daughter Malati Mary came home; Priyanka and Nick became emotional
  • પ્રિયંકા અને નિક એ પહેલીવાર માલતી સાથે શેર કર્યો ફોટો
  • માલતી મેરી100 દિવસ ઈન્ટેંસિવ કેર બાદ ઘરે પરત ફરી
  • ભાવુક પોસ્ટ પર બોલિવૂડનાં સેલિબ્રિટીઓએ કૉમેન્ટ્સમાં વ્હાલ વ્યકત કર્યું

પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મેરીને 100 દિવસ ઈન્ટેંસિવ કેરમાં રાખવામા આવ્યા બાદ આખરે રજા મળી છે. જન્મ બાદ તુરંત પીડા અને આટલી સઘન સારવાર બાદબાળકીને ઘરે લાવ્યા હતા. આ સમયે પ્રિયંકા અને નિક એકદમ ભાવુક બની ગયાં હતા. હજુ ઘરે પણ થોડા સમય સુધી તેની બહુ કાળજી થી દેખરેખ રાખવામાં આવશે.  પ્રિયંકા અને નિક એ પહેલીવાર માલતી સાથે તેમનો ફોટો શેર કર્યો છે. જોકે તેમણે તેનો ચહેરો દેખાડ્યો નથી.

After 100 days of treatment, Priyanka Chopra's daughter Malati Mary came home; Priyanka and Nick became emotional

પ્રિયંકા સરોગેસીની મદદથી માતા બની છે. તા. 15 મી જાન્યુઆરીએ માલતી નો જન્મ થયો હતો. નિયત સમય કરતાં 12 સપ્તાહ વહેલી જન્મી હોવાથી શરૂઆતથી જ તેની વિશેષ કાળજી લેવામાં આવી હતી.તેને નેશનલ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં ખસેડવામાં આવી હતી.

નિક અને પ્રિયંકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે તેમના પાછલા કેટલાક મહિનાઓ ભારે ઊથલપાથલમાં વીત્યા છે. આ સમય બહુ પડકારજનક હતો પણ સાથે સાથે એ અહેસાસ પણ થયો છે કે એ દરેક ક્ષણ કેટલી કિંમતી અને પરિપૂર્ણ હતી .

After 100 days of treatment, Priyanka Chopra's daughter Malati Mary came home; Priyanka and Nick became emotional

પ્રિયંકાની અને નિકની આ ભાવુક પોસ્ટ પર અનુષ્કા, રણવીર, મલાઈકા અરોરા, પ્રિટી ઝિન્ટા , સોનમ  સહિતના બોલીવુડ સેલેબ્સએ રીએક્ટ કરી માલતી માટે અઢળક વ્હાલ વ્યકત કર્યું છે અને તેનું સ્વાગત કર્યું છે. કઝીન પરિણીતીએ પ્રિયંકાને એક માતા તરીકે આ સંજોગો સામે લડત આપનારી યોદ્ધા ગણાવી છે.

Related posts

જાણો બોલિવૂડના કિંગ ખાનની અવનવી આદતો વિશે!

Mukhya Samachar

મિકા સિંહએ તેનાં સ્વયંવરમાં આપવા દુલ્હન માટે ખરીદી મોંઘીદાટ ગીફટ!

Mukhya Samachar

RRR એ અમેરિકામાં રચ્યો ઈતિહાસ! સ્પેશિયલ સ્ક્રિનિંગ માટેની તમામ ટિકિટ 98 સેકન્ડમાં વેચાઈ ગઈ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy