Mukhya Samachar
Gujarat

અમરેલી બાદ ખાંભા પંથકમાં પણ સાવજનું ટોળું દેખાયું!

After Amreli, a mob of Savaj also appeared in Khambha panth!
  • સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યા છે.
  • કાતર ગામમાં એક સાથે 11 સિંહ ઘૂસી આવતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો
  • વખત ગ્રામીણ વિસ્તારમાં 11 સિંહો જોવા મળ્યા હતા

અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા સિંહના વીડિયો અવારનવાર વાઈરલ થતા રહે છે. તેની વચ્ચે રાજુલા તાલુકાના કાતર ગામમાં એક સાથે 11 સિંહ ઘૂસી આવતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રિના સમયે ગામમાં ઘૂસી આવેલા સિંહના ટોળાની ગતિવિધિ ગામલોકોએ મોબાઈલમાં કેદ કરી હતી.મહત્વની વાત એ છે કે, પ્રથમ વખત ગ્રામીણ વિસ્તારમાં 11 સિંહો જોવા મળ્યા હતા. ગીર વિસ્તારને અડીને આવેલા ગામડાઓમાં અવારનવાર સિંહ આવી ચડતા હોય છે અને ક્યારેક શિકાર પણ કરતા હોય છે

After Amreli, a mob of Savaj also appeared in Khambha panth!

જંગલ વિસ્તારની બહાર સિંહ નીકળી જતા હોવાના કારણે રસ્તા પર અકસ્માતનો ખતરો છે. સાથે ગામમાં પણ પશુપાલકોને પોતાના પશુના રક્ષણની ચિંતા સતાવતી રહે છે.ગુજરાતમાં સૌથી વધુ સિંહ અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં રાજુલા, જાફરાબાદ-પીપાવા કોસ્ટબલ બેલ્ટ વિસ્તારમાં ગણતરી થાય તો અહીં સિંહની મોટી સંખ્યા જોવા મળી શકે છે.

Related posts

ભાવનગરમાં દુકાને જઇ રહેલ આધેડને ઢોરે અડફેટે લીધા! મોત નિપજતા સ્થાનિકોમાં ભારે રોષ

Mukhya Samachar

ડાયમંડ સિટી સુરત સિંગાપુરમાં ચમકશે! વર્લ્ડ સિટી સમિટમાં સુરત થશે સામેલ

Mukhya Samachar

સુરતમાં ગટરમાં ફસાઇ જતાં બે કામદારનાં મોત! સફાઈ દરમિયાન બની ઘટના

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy