Mukhya Samachar
Gujarat

લિસ્ટ જાહેર થયા બાદ ભાજપમાં ભડકો! જાણો ક્યાં કેવો વિવાદ સર્જાયો

After the announcement of the list, there was an uproar in the BJP! Find out where the controversy arose

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે કુલ 160 ઉમેદવારના નામોની જાહેરાત કરી છે.  ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી.

ભાવનગરના મહુવામાં ભાજપમાં ભડકો
ભાવનગરના મહુવામાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી રાઘવ મકવાણાની ટિકિત કપાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપે મહુવા બેઠક પરથી શિવાભાઈ ગોહિલને ટિકિટ આપતા ભાજપ તાલુકા સંગઠન, શહેર સંગઠનના તમામ ચૂંટાયેલા સભ્યોએ રાજીનામા આપી દીધા છે. સાથે જ  નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે.

રાજ્યકક્ષાના મંત્રી રાઘવ મકવાણાની ટિકિટ કપાતા ગરમાવો 
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે જ મહુવા તાલુકા પંચાયતના તમામ સભ્યો જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને મહુવા ભાજપ સંગઠનના તમામ સભ્યો સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો સહિત 300થી વધારે સભ્યોએ સામૂહિક રાજીનામાં ધરી દીધા છે.

After the announcement of the list, there was an uproar in the BJP! Find out where the controversy arose

એકલધામના મહંત યોગી દેવનાથજી બાપુનું રાજીનામું
ઉમેદવારની જાહેરાત થતાં કચ્છ ભાજપમાં રાજકારણ ગરમાયું છે. કચ્છમાં ઉમેદવારોના નામ જાહેર થતા એકલધામના મહંત યોગી દેવનાથજી બાપુએ રાજીનામું આપી દીધું છે. દેવનાથ બાપુએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. સાથે જ તેમણે ટિકિટ વિતરણમાં એક તરફી નિર્ણયનો આક્ષેપ લગાવ્યો છે.

કચ્છની 6 બેઠકો પર કોને કોને અપાઈ ટિકિટ
કચ્છની છ બેઠકો માટેની વાત કરીએ તો માંડવી બેઠક પરથી અનિરુદ્ધ દવેને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે    અબડાસાથી પ્રધુમનસિંહ જાડેજા, ભુજથી કેશવલાલ પટેલ, અંજારથી    ત્રિકમ છાંગા, ગાંધીધામથી માલતીબેન મહેશ્વરી અને રાપરથી    વિરેન્દ્રસિંહ જાડેજાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

 

Related posts

બનાસકાંઠાના 25 હજારથી વધુ ખેડૂતોએ શરૂ કર્યું જળ આંદોલન! આજે મહારેલી યોજાશે

Mukhya Samachar

ખેડૂતો માટે મોટા સમાચાર: 14 પાકોના ટેકાના ભાવમાં કરાયો વધારો 

Mukhya Samachar

જંગલ અને સિંહોની રક્ષા કરશે ખાખીધારી જવાનો! આવું સુરક્ષા કવચ કરાયું તૈયાર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy