Mukhya Samachar
Gujarat

આરોગ્યકર્મચારીઓ બાદ હવે ખેડૂતો ગાંધીનગરમાં આંદોલનના માર્ગે! છેલ્લા 8 દિવસથી ચાલે છે આંદોલન

After the health workers, now the farmers are on the way to agitation in Gandhinagar! The agitation has been going on for the last 8 days

આજે ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘ અને આરોગ્યકર્મીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં કૂચ કરવામાં આવી. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો માટે કિસાન સંઘ આંદોલન કરી રહ્યું છે. ત્યારે ખેડૂતોની બલરામ ભવનથી વિધાનસભા તરફ કૂચ કરવામાં આવી. તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો ગાંધીનગર ખાતે ધરણા પર બેઠા છે.

ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં કૂચ દરમ્યાન સરકાર દ્વારા રચાયેલી સમિતિ પર કિસાન સંઘે પ્રહાર કરતા કહ્યું કે, “સરકારે રચેલી સમિતિ CM સુધી યોગ્ય વાત પહોંચાડતી નથી. સરકાર દ્વારા રચાયેલી સમિતિને ખેડૂતો માટે સમય નથી. સરકાર દ્વારા રચાયેલી સમિતિના 5 સભ્યો એક સાથે બેસતા નથી. ખેડૂતોના પ્રશ્નો હલ ન થવા પર આ સમિતિ જવાબદાર છે.”

After the health workers, now the farmers are on the way to agitation in Gandhinagar! The agitation has been going on for the last 8 days
મહત્વનું છે કે, હાલ ગાંધીનગરમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીને અટકાવી દેવાઈ છે. મંત્રી નિવાસસ્થાન પાસે કિસાન સંઘની રેલી અટકાવી દેવાઇ છે. ખેડૂતોએ રસ્તા ઉપર જ સભા કરવાનું એલાન કર્યુ છે. કિસાન સંઘ મંત્રી નિવાસસ્થાન પાસે જ રસ્તા પર સભાને સંબોધશે. હાલ મંત્રી મંડળ નિવાસસ્થાન પાસે પોલીસની ચુસ્ત કિલ્લેબંધી કરી દેવાઇ છે.

તો બીજી બાજુ ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓ પણ હડતાળ પર ઉતર્યા છે. આરોગ્યકર્મીઓ ત્રણ માંગોને લઇને આકરાપાણીએ છે. મુખ્ય ત્રણ માંગોને લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાળ કરી રહ્યાં છે. જેમાં ટેક્નિકલ સંવર્ગ ગણીને ઉચ્ચતર પગાર ધોરણની આરોગ્ય કર્મીઓ માંગ કરી રહ્યાં છે. આ સાથે કોરોનાની કામગીરી દરમ્યાન કરેલા કામોમાં રજા પગારની માંગ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ કોરોના વોરિયર્સ પણ ભથ્થાની માંગ કરી રહ્યાં છે.

જોકે છેલ્લા 38 દિવસથી રાજ્ય સરકાર ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ એવાં આરોગ્ય કર્મચારીઓને મચક નથી આપતી. જેના કારણે હવે આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓનો પરિપત્ર કરાવવા આક્રમક બન્યા છે. આથી આજે ગાંધીનગર ખાતે રાજ્યભરના હજારો કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરવા એકત્ર થયા છે.

Related posts

વિધાનસભામાં સતત બીજા દિવસે પણ હોબાળો! લમ્પી વાયરસના મુદ્દે વિપક્ષે ભારે સુત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યું

Mukhya Samachar

ગુજરાતના આ ગામમાં બે અઠવાડિયા બાદ સુરજ દેવે દેખા દીધી! ખેડૂતોની કઈક આવી છે હાલત

Mukhya Samachar

મેઘાનું રૌદ્ર સ્વરૂપ! ધસમસતો પાણીનો પ્રવાહ આખુ ટ્રેક્ટર ખેચી ગયું

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy