Mukhya Samachar
Gujarat

લેટરબોમ્બ બાદ હવે રાજકોટ પોલીસના તોડની એક ડઝનથી વધુ ફરિયાદો ખુલશે

Govind patel latter bomb
  • રાજકોટ પોલીસના તોડની એક ડઝનથી વધુ ફરિયાદો ખુલશે
  • ધારાસભ્ય ગોવિંદ પટેલ ગૃહમંત્રી સામે ફરિયાદો રજૂ કરશે
  • પોલીસના અન્ય કૌભાંડો પુરાવા સાથે રજૂ કરી ધારાસભ્ય ધડાકા કરશે
govind patel later bomb
After the letterbomb, more than a dozen complaints of Rajkot police crackdown will now be opened

કહેવત છે ને કે, રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજાની સ્થિતિ ખરાબ થાય છે. કઈક આવીજ સ્થિતિ હાલ રાજકોટમાં નિર્માણ થવા પામી છે. રાજકોટના ભાજપી ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશ્નરે પૈસાનો તોડ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગોવિદ પટેલ દ્વારા આક્ષેપ કરતાની સાથેજ ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. રાજકોટ પોલીસ કમિશનરે આરોપી પાસેથી રકમ વસૂલાય તેમાંથી 30 ટકા કમિશન માગ્યું હતું અને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇએ રૂ.75 લાખ વસૂલ્યાનો આક્ષેપ કરી રાજ્યભરમાં ચકચાર મચાવનાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ સોમવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળીને રાજકોટ પોલીસના એક ડઝનથી વધુ તોડ પ્રકરણની ફરિયાદો આધાર પુરાવા સાથે રજૂ કરશે.

Govind Patel latter bomb
After the letterbomb, more than a dozen complaints of Rajkot police crackdown will now be opened

પટેલની ગૃહમંત્રી સાથેની મુલાકાત બાદ રાજકોટ પોલીસમાં મોટી સાફસૂફી થશે તેવા એંધાણ મળી રહ્યા છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે લેટરબોમ્બ ફોડીને સનસનાટી સર્જી હતી. ત્યારબાદ વધુ એક વખત ધારાસભ્ય પટેલ કડાકા-ભડાકા કરવા જઇ રહ્યા છે. સોમવારે ગોવિંદ પટેલ રાજકોટ પોલીસે કરેલા તોડની 12 થી વધુ ફરિયાદો સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળશે અને આ ફરિયાદોના તમામ પુરાવાઓ પણ રજૂ કરશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે ગોવિંદ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો સંપર્ક થઇ શક્યો નહોતો. રાજકોટ પોલીસમાં આગામી દિવસોમાં સાફસૂફી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

 

Related posts

રાજકોટમાં ફરી એકવાર રખડતા ઢોરે વૃદ્ધનો લીધો જીવ! સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે

Mukhya Samachar

આમોદમાં વડાપ્રધાન મોદીએ વિકાસ કાર્યોની આપી ભેટ! કહ્યું: આવનારા સમયમાં ન્યૂયોર્ક ન્યૂજર્સીની જેમ ભરૂચ અંકલેશ્વરની વાતો થશે

Mukhya Samachar

સુરત ગ્રીષ્મા હત્યા કેસ: હત્યારા ફેનિલને ફાંસીની સજા સંભાળવવામાં આવી: ગ્રીષ્માના પરિવારજનો રડી પડ્યાં

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy