Mukhya Samachar
Politics

વિધાન સભા ચૂંટણી પહેલા વડોદરા કોંગ્રેસમાં જુથવાદ આવ્યો સામે

factionalism in Vadodara
  • વડોદરા કોંગ્રેસમાં જૂથવાદ આવ્યો સામે
  • ભાવિક અમીન અને મૌલિન વૈષ્ણવ વચ્ચે સર્જાયો વિવાદ
  • નેતાઓની જૂથબંધીનો વિવાદ સોશિયલ મીડિયા પર પહોચ્યો
factionalism in Vadodara Congress
Against factionalism in Vadodara Congress before the assembly elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંત સુધીમાં યોજાનાર છે. ત્યારે ગુજરાતની સત્તામાં વર્ષોથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીમાં વારેવારે જૂથબંધીના સમાચારો સામે આવતા રહે છે. ત્યારે ફરી વડોદરામાં જૂથબંધીનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા ભાવિક અમીને ફેસબુક પર એક સાથે ત્રણ પોસ્ટ કરીને ધડાકો કર્યો છે. વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે જૂથબંધીનો વિવાદ સોશિયલ મીડિયા પર પહોંચી ગયો છે. ભાવિક અમીને ફેસબુક પર પોસ્ટ કરીને મૌલિન વૈષ્ણવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અમીને ફેસબુક પર આરોપ લગાવ્યો કે, વડોદરામાં જ્યાં સુધી મૌલિન વૈષ્ણવ છે, ત્યાં સુધી ભાજપની સત્તા રહેવાની છે.

factionalism in Vadodara Congress
Against factionalism in Vadodara Congress before the assembly elections

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી લઈને રાજ્યની સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ જૂથબંધીને લઈને અનેકવાર નુકસાન ભોગવી ચુકી છે. ત્યારે વડોદરામાં ફરી કોંગ્રેસના નેતાઓ વચ્ચે શરૂ થયેલી જૂથબંધી લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.  ભાવિક અમીને પોતાની પોસ્ટમાં કહ્યું કે, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખમાં મારા વ્યક્તિને બેસાડવાની ગોઠવણ થઈ છે. તેણે કહ્યું કે, કોંગ્રેસમાં અનેક રાજીનામા પડી શકે છે. આ સાથે અમીને ફેસબુક પોસ્ટમાં સવાલ કર્યો કે શું આગામી સમયમાં વડોદરા વિપક્ષ મુક્ત બનશે? આ વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલાં જૂથબંધીની ઘટનાઓથી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થઈ શકે છે.

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ મોદીનો પ્રચાર પ્લાન તૈયાર! ફકત 25 સભાઓ જ નહીં ડોર ટુ ડોર પ્રચારનો પણ પ્લાન

Mukhya Samachar

રેશ્મા પટેલે એનસીપીમાંથી આપ્યું રાજીનામું! આજે જોડાઈ શકે છે આપમાં

Mukhya Samachar

કોંગ્રેસને લાગ્યો મોટો જટકો: કોંગ્રેસનાં આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy