Mukhya Samachar
Gujarat

આકાશી કહેર! રાજયમાં પડી કાળજાળ ગરમી: ગરમીનો પારો 47 ડિગ્રીએ પહોચ્યો

Akashi Kaher! Scorching heat in the state: Heat mercury reached 47 degrees
  • રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત
  • રાજ્યના હવામાન વિભાગે કરી આગાહી
  • અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ યથાવત

Akashi Kaher! Scorching heat in the state: Heat mercury reached 47 degrees
ગુજરાતમાં ગરમી કહેર વર્તાવી રહી છે. દિવસ જાય તેમ ગરમીનું પ્રમાણ વધ્યુ છે. જો કે ક્યાંક ક્યાંક શીત પવનો ગરમીમાં આંશિક રાહત આપી જાય છે પરંતુ ગુજરાતની ગરમી તો ભયંકર. બપોરે તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આકરી ગરમીને લીધે તંત્ર દ્વારા ઠેર ઠેર લીલા પડદાના વિસામા બનાવવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર પાણીની પરબો શરુ કરવામાં આવી છે.ત્યારે આગામી દિવસમાં ગરમીને લઇને હવામાન વિભાગે શું આગાહી કરી આવો જાણીએ.

Akashi Kaher! Scorching heat in the state: Heat mercury reached 47 degrees
રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે તેમ જણાવ્યું હતું. જો કે અમદાવાદમાં ગરમીએ તો કહેર વર્તાવ્યો છે. શહેરમાં તાપમાનનો પારો પહોંચ્યો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં 47 ડિગ્રી, ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગર, ડીસા અને ઈડરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે અમરેલીમાં 44, રાજકોટ, વડોદરા અને ભૂજમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું.

Akashi Kaher! Scorching heat in the state: Heat mercury reached 47 degrees
‘આસની’ નામનું ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. આ ચક્રવાત હવે વિશાખાપટ્ટનમથી 940 કિમી અને ઓડિશાના પુરીથી 1000 કિમીના અંતરે છે. ચક્રવાત 10 મેના રોજ પશ્ચિમ બંગાળમાં પહોંચી શકે છે તે જોતા રાજ્ય હાઈ એલર્ટ પર છે. જો કે વેસ્ટ બંગાળના વાવાઝોડા આસનીની ગુજરાત પર કોઇ અસર નહી થાય હવામાન વિભાગે જણાવ્યું હતું.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસારે અમદાવાદમાં રવિવારથી બુધવાર દરમિયાન ગરમી 44 ડિગ્રીને પાર થવાની છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. આમ અમદાવાદમાં આગામી ચાર દિવસમાં ગરમીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે.

Related posts

વરસાદ બાદ સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે પ્રકૃતિ શોળે કળાએ ખીલી! તસ્વીરોમાં જુઓ નજારો

Mukhya Samachar

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર! સરકારે આ 4 પાકના ટેકાના ભાવ કર્યા જાહેર; જાણો ક્યારથી રજીસ્ટ્રેશન શરૂ થશે

Mukhya Samachar

ધોરાજીમાં પોલીસે રેડ કરીને આધેડનું નીપજયું મોત! પરિવારે પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy