Mukhya Samachar
Gujarat

રાજ્યના આ ગામોમાં નહીં રહે દારૂબંધી

gujrat village Alcohol
  • રાજ્યના આ ગામોમાં નહીં રહે દારૂબંધી
  • પ્રવાસન સ્થળ તરીકે કાર્યરત 5 ગામોનો સમાવેશ
  • ઉતર ગુજરાતના 4 અને સૌરાષ્ટ્રના એક ગામનો સમાવેશ

ગાંધીના ગુજરાતમાં વર્ષોથી દારૂ બાંધી છે. ગુજરાતમાં દારૂ વેચવા કે પીવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય અને લોકો આસાનીથી કાયદેસરનો શરાબ પી શકતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રમાં એક એવું ગામ છે કે જે હવે દારૂબંધી મુક્ત થશે. પ્રવાસન સ્થળ તરીકે ઉપયોગમાં લેવાનારા ચાર ગામમાં દારૂબંધી લાગુ નહીં પડે, એટલે કે આ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ પી શકાશે. ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશને અડીને આવેલા ચાર ગામો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે દીવના પ્રદેશની નજીક આવેલા ગામનો વિસ્તાર યુનિયન ટેરેટરીમાં સામેલ થશે ત્યારે આ વિસ્તારના ગામોને દારૂબંધીનો કાયદો નડશે નહીં. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામો જે ટૂંકસમયમાં પડોશી કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનવાની સંભાવના છે.

alchol permit
Alcohol ban will not remain in these villages of the state

આ ગામ મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા ગોઘલા ગામનો એક ભાગ દીવના પ્રદેશને સોંપવામાં આવનાર છે. આમ કુલ પાંચ ગામ એવાં છે કે જેમનો મર્યાદિત વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશમાં ભળી જશે. આ નિર્ણય કેન્દ્રના ગૃહ મંત્રાલયે કર્યો છે. ગોવામાં 28મી જાન્યુઆરીએ યોજાનારી પશ્ચિમી કાઉન્સિલની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણયને બહાલી આપવામાં આવી શકે છે.

આ નવા પ્રદેશો કેન્દ્રશાસિત થઇ જતાં ત્યાં ટુરિઝમ એક્ટિવિટીને વધારે મહત્વ મળશે. કપરાડા તાલુકાનું મેઘવાલ ગામ સંપૂર્ણપણે કેન્દ્રશાસિત પ્રદેશથી ઘેરાયેલું છે જ્યારે ત્રણ ગામો મધુબન જળાશય ને દાદરા નગર હવેલી વિસ્તારની વચ્ચે જોવા મળે છે. આ ગામો ચોમાસામાં પાણીમાં ડૂબી જાય છે ત્યારે તેમનો એકમાત્ર પ્રવેશ કેન્દ્રશાસિત પ્રદેશમાં રહે છે. આ ગામોને ગુજરાતમાંથી મુક્ત કરવાની માગણી વર્ષો જૂની છે જે હવે સાકાર થાય તેમ લાગી રહ્યું છે. આ જ પ્રમાણે સૌરાષ્ટ્રના દીવને અડીને આવેલા એક ગામ ગોઘલા છે જે દીવ પ્રદેશને સોંપવામાં આવી શકે છે. એટલે કે આ ગામ સહિત દક્ષિણના ચાર ગામનો નિર્ણય થતાં આ ગામોના મર્યાદિત વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળતાં સ્થાનિક રોજગારીની તકોનું સર્જન થશે.

Related posts

કોરોના પછી, ઘણા લોકોએ વીમા પોલિસી માટે ગ્રાહક સુરક્ષાનો આશરો લેવો પડ્યો: માત્ર રાજકોટને જ આટલી બધી અરજીઓ મળી.

Mukhya Samachar

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુટલી મારતા કર્મચારીઓ સામે તવાઈ! 10 મિનિટ મોડા આવવા પર અડધો દિવસનો પગાર કપાસે

Mukhya Samachar

પૂનમ નિમિતે સાળંગપુર હનુમાન દાદાને દિવ્ય વાઘા પહેરાવ્યા સાથે સિંહાસનને ફૂલો વડે મઢી લેવાયું!

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy