Mukhya Samachar
Gujarat

મોરબીની ઘાટના પરથી શિખ લઈ AMCએ લીધો મોટો નિર્ણય! અટલ બ્રિજ અંગે કર્યો આ મોટો નિર્ણય

AMC took a big decision by taking Sikh from Morbi Ghat! This big decision was taken regarding Atal Bridge

ગઇકાલે મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં સમગ્ર ગુજરાત હિબકે ચઢ્યું છે, ત્યારે સરકાર પણ હચમચી ગઇ છે. સરકાર દ્વારા હાલ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યમાં આવા પ્રવાસન સ્થળોએ આગમચેતીના પગલાં માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. તાજતરમાં જ અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવેલું અને આકર્ષણનું કેન્દ્ર બનેલા અટલ બ્રિજ અંગે પણ ફરમાન જારી કરી દેવામાં આવ્યો છે. બ્રિજ પર મુલાકાતીઓની સંખ્ય મર્યાદીત કરવામાં આવી છે. હવે દર કલાકે માત્ર 3000 હજાર મુલાકાતીતઓને જ પ્રવેશ આપવામાં આવશે.

મોરબી દુર્ઘટના બાદ અમદાવાદના અટલ બ્રિજ પર આવતાં પ્રવાસીઓ અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અટલ બ્રિજ પર એક સાથે 3000 લોકો જ મુલાકાત લઈ શકશે. એક સાથે 3000થી વધારે લોકો મુલાકાત લઈ શકશે નહીં. ગઈકાલે 35 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. સવારે 9 વાગ્યાથી સાંજના 8.30 વાગ્યા સુધી ટિકિટ અપાઈ હતી.

AMC took a big decision by taking Sikh from Morbi Ghat! This big decision was taken regarding Atal Bridge

તાજેતરમાં મોરબી ઝૂલતાં પુલની દુર્ઘટનાને ધ્યાને લઈને અટલ બ્રિજના મુલાકાતીઓ માટે અગમચેતીના પગલારૂપે મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. બ્રિજની હાલની ક્ષમતા તથા ટેક્નિકલ ક્ષમતા મુજબ એક સાથે 12 હજારથી વધુ મુલાકાતીઓ બ્રિજ પર ઉભા રહી શકે છે, છતાં હવેથી દર કલાકે વધુમાં વધુ 3000 મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે. જેથી મુલાકાતાઓ વધુ સલામત રીતે અટલ બ્રિજનો અનુભવ લઇ શકે.

સાથે જ કહેવામાં આવ્યું છે કે, ટેક્નિકલી અટલ બ્રિજનું સ્ટ્રક્ચર ખૂબ જ મજબૂત અને સલામત છે, છતાં હાલની ઘટનાને ધ્યાને લઇ મુલાકાતીઓની સલામતી માટે લેવાયેલા આ નિર્ણયને અનરુપ જો મુલાકાતીઓની સંખ્યા પ્રતિ કલાક 3000થી વધારે થઇ જાય તો થોડા સમય માટે પ્રતિક્ષા કરી વહિવટતંત્રને સહકાર આપવા માટે અપીલ પણ કરવામાં આવી છે.

 

Related posts

અંબાજી મેળામાં ટેક્નોલૉજીનો ઉપયોગ! ખોવાયેલા બાળકને ટેક્નોલૉજીની મદદથી શોધાશે

Mukhya Samachar

જામનગરમાં ફરી પકડાયું ડ્રગ્સ! 10 કિલો MD ડ્રગ્સ સાથે 1 ની ધરપકડ

Mukhya Samachar

કોરોના મહામારીના 2 વર્ષ બાદ અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શોમાં માસ્ક ફરજીયાત કરાયું, સેન્ટર પર 20થી વધુ ટિકિટ કાઉન્ટર કરાશે તૈયાર

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy