Mukhya Samachar
Politics

કોંગ્રેસ છોડવા અંગેની અટકળો વચ્ચે હાર્દિકે કહ્યું: હું કોંગ્રેસમાં છું જ, પક્ષ પાસે કામ માગું છું! માંરે કોઈ વાત સાબિત કરવાની નથી

Amid speculation about leaving the Congress, Hardik said: "I am in the Congress, I want work from the party!" I have nothing to prove
  • કોંગ્રેસ છોડવા અંગેની અટકળો વચ્ચે હાર્દિકે આપ્યું નિવેદન
  • હું કોંગ્રેસમાં છું જ, પક્ષ પાસે કામ માગું છું: હાર્દિક પટેલ
  • પક્ષમાં કોઈની સાથે વ્યક્તિગત વિરોધ હોઈ શકે, હું સાથે બેસીને વાત કરીશ: હાર્દિક

Amid speculation about leaving the Congress, Hardik said: "I am in the Congress, I want work from the party!" I have nothing to prove

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા સ્વ.ભરતભાઈ પટેલની પુણ્યતિથિ પ્રસંગે આવેલા સાધુ-સંતો અને કોંગ્રેસના આગેવાનોનાં સલાહ-સૂચન બાદ હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી કે હું કોંગ્રેસમાં છું જ, પક્ષ પાસે કામ માગું છું, કામ મળશે તો 110ની સ્પીડે કામ કરીશ, મારે કોઇ વાત સાબિત કરવાની નથી.હાર્દિક પટેલના ત્યાં આવેલા કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને નૌતમ સ્વામીએ આપેલાં નિવેદન અને સલાહ-સૂચનોનો ખુલાસો કરતાં હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છું, પક્ષ પાસે કામની માગણી કરું છું અને જો કામ મળશે તો હું વધુ સ્પીડથી કામ કરીશ, પક્ષમાં કોઈની સાથે વ્યક્તિગત કે વિચારનો વિરોધ હોઈ શકે, પરંતુ હું આ મામલે સાથે બેસીને વાત કરીશ.

Amid speculation about leaving the Congress, Hardik said: "I am in the Congress, I want work from the party!" I have nothing to prove

મારા પિતાના પુણ્યતિથિ પ્રસંગે આવેલા સૌનો આભાર માનું છું.નૌતમસ્વામીએ હાર્દિક પટેલને હિન્દુત્વની વિચારધારાવાળા પક્ષમાં જોડાવવાની આપેલી સલાહ અંગે તેમણે ખુલાસો કરતાં જણાવ્યું કે નૌતમસ્વામીએ તેમની લાગણી વ્યક્ત કરી છે. મેં ભગવાન રામની અહીં સ્થાપના કરી છે. મારે કોઇ વાત સાબિત કરવાની નથી. હું રઘુવંશી છું, મારે કંઇ સાબિત કરવાનું રહેતું નથી. અમે હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએપોતાના પિતા અંગે વાત કરતાં હાર્દિકે જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં એક વર્ષ પહેલાં મારા પિતાનું દેહાંત થયું. તેમના નિધન બાદ હિન્દુ સંસ્કૃતિ મુજબ ધાર્મિક વિધિ કરી હતી, પરંતુ સામાજિક રીત મુજબ આજે પુણ્યતિથિ કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમમાં બધા જ લોકોને અને પાર્ટીના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મેં તો ક્યારે કહ્યું જ નથી કે ફલાણી પાર્ટીના લોકો આવશે. મારા અને મારા પિતાનાં લેણદેણ પૂર્ણ કરવા માટે આજનો કાર્યક્રમ કર્યો છે. નૌતમસ્વામી ખૂબ મોટા સ્વામી છે.

 

હિન્દુ ધર્મના વડા છે, એટલે તેમણે પોતાની લાગણી વ્યક્ત કરી હશે. આજે રામધૂન અને અન્ય ધાર્મિક કાર્યક્રમ કર્યો એટલે હિન્દુ તરીકે જ વિધિ કરી છે.ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે નરેશ પટેલે રાજકારણમાં આવવું જોઈએ. હું કાંગ્રેસમાં છું તો એવું અપેક્ષા રાખું કે તેઓ કોંગ્રેસમાં આવે અને તેમના જેવા અનેક લોકોએ આવવું જોઈએ. જ્યારે પ્રશાંત કિશોર અંગે તેમણે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર વિશે ઘણા સમયથી ચર્ચા ચાલે છે. તેઓ એક સ્ટ્રેટેજી મેકર્સ છે. પાર્ટીના નેતાએ એ અંગે પાર્ટીના નેતાઓએ ટ્વીટ કર્યું છે. જો એ એમ માનતા હોય કે ઘીના ઠામમાં ઘી ઠરી ઠામ થયું હોય તો સારી વાત છે.

Related posts

યે દુનિયા સબ જાનતી હે! સત્તા માટે ભાજપ-કોંગ્રેસ સાથે મળશે!

Mukhya Samachar

શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રિ-એન્ટ્રી કરી શકે છે! રઘુ શર્મા અને શંકર સિંહ વાઘેલા વચ્ચે યોજાઇ બેઠક

Mukhya Samachar

CBI પર PM મોદીનું મોટું નિવેદન, વિપક્ષ પર સાધ્યું નિશાન, ભ્રષ્ટાચાર પર આ કહ્યું

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy