Mukhya Samachar
NationalPolitics

આગામી ચૂંટણીને લઈ અમિત શાહ યુપીને ધમરોળશે

amit shah up trip
  • અગામી ચૂંટણીની મહત્વતાને લઈ અમિત શાહ યુપીના પ્રવાસ

આવનારા સમયઆ ઉતર પ્રદેશમાં ચૂંટણી યોજનાર છે. જોકે હજુ સુધી ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણીની તૈયારીને લઈ ભાજપના દિગ્ગજ અને સ્ટાર પ્રચારક નેતાઓના યુપીમાં ધક્કા શરૂ થઈ ચૂક્યા છે. યુપી ચૂંટણીની મહત્વને ધ્યાનમાં રાખીને દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ આગામી દિવસોમાં પોતાનું સંપૂર્ણ ધ્યાન યુપી તરફ રાખી રહ્યા છે. ત્યારે શાહ આગામી 10 દિવસમાં 7 વખત ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. અમિત શાહનો યુપી પ્રવાસ 24 તારીખથી પ્રયાગરાજથી શરૂ થશે અને 4 જાન્યુઆરી સુધી ચાલશે. સાથેજ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અયોધ્યા  રામ લલ્લાના દર્શન કરશે કરવા જશે તેવું  સૂત્રોમાથી જાણવા મળી રહ્યું છે.  તેમજ શહેરમાં ચૂંટણી રેલીઓ અને રોડ શોમાં ભાગ લેશે.

  • 10 દીવસમાં 7 વખત શાહ યુપીમાં પ્રદર્શન કરશે

અગામી સમયમાં યુપીમાં અમિત શાહ 21 સભાઓ અને ત્રણ રોડ શો કરશે. શાહનો રોડ શો બરેલી, અયોધ્યા અને ગોરખપુરમાં યોજાશે. તેઓ ઉત્તર પ્રદેશના તેમના પ્રવાસમાં 140 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.  અમિત શાહના આ તોફાની પ્રવાસમાં છેલ્લા 3 દિવસમાં ત્રણ રોડ શો યોજાશે, જે અયોધ્યા, ગોરખપુર અને બરેલીમાં થવાના છે. જનવિશ્વાસ યાત્રામાં જોડાઈને અમિત શાહ આ રોડ શો કરશે. ગૃહમંત્રી અમિત શાહ સંસદનું સત્ર પૂરું થતાંની સાથે જ યુપીની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવાના છે.

  • 2017ની ચૂંટણીમાં અમિત શાહે મહત્વની ભૂમિકા ભજવી

તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં ઉત્તર પ્રદેશના પ્રભારી મહાસચિવ તરીકે અમિત શાહે લોકસભા ચૂંટણીમાં મોટો ફેરફાર કર્યો હતો. તે સમયે પાર્ટીએ 73 લોકસભા સીટો જીતી હતી. આ પછી 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી અધ્યક્ષ પદ પર રહીને પણ તેમણે ચૂંટણીની કમાન પોતાના હાથમાં રાખી હતી. પરિણામોએ ઉત્તર પ્રદેશમાં 35 વર્ષના ચૂંટણી ઈતિહાસનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. પાર્ટીએ 2017ની વિધાનસભામાં 325 બેઠકો જીતી હતી, 2019માં અમિત શાહે ફરી એકવાર લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. અમીત શાહ  ભાજપ માટે સ્ટાર પ્રચારક સાબિત થઈ રહ્યા છે. ત્યારે ભૂતકાળમાં પણ શાહે ચૂંટણીની કમાન પોતાના હાથમાં રાખીને અનેક જીત હાશીલ કરી છે.

Related posts

Puducherry: મંદિરના હાથીનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ, ઉપરાજ્યપાલ સહીત અન્ય લોકો પહોંચ્યા શ્રદ્ધાંજલિ આપવા

Mukhya Samachar

સરકારનું મોટું એલાન: આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારનાં વિવિધ વિભાગમાં 10 લાખ ભરતી કરવા મોદીનાં આદેશ 

Mukhya Samachar

કર્ણાટકને મળશે ભેટ, PM મોદી સોમવારે કરશે શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy