Mukhya Samachar
Entertainment

અમિતાભ બચ્ચન હવે દેખાશે ગુજરાતી ફિલ્મમાં:જાણો શું કહ્યું  નિર્માતાએ 

Amitabh Bachchan will now appear in a Gujarati film: Find out what the producer said
  • ગુજરાતી ફિલ્મમાં દેખાશે હવે  અમિતાભ બચ્ચન 
  • ફિલ્મનું નામ ફક્ત મહિલાઓ માટે રેશે 
  • સ્પેશ્યલ કેમિયો કરવા આવશે બિગ બી 

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન એમ તો ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનયનો જાદુ બતાવી ચૂક્યા છે પરંતુ હવે તેઓ વધુ એક ગુજરાતી ફિલ્મમાં કેમિયો કરતાં નજરે ચડશે. જેને લઈને ચાહકોની ઇંતેજરી વધી છે.  જો તમે એવું સમજતા હોવ કે આ ફિલ્મ કે જેમાં બિગ બી દેખાવના છે એ માતર મહિલાઓ જ જોઈ શકશે તો એવું બિલકુલ નથી. આ તો ફિલ્મનું નામ છે. આ ફિલ્મના નિર્માતા છે બિગ બીના મિત્ર એવા આનંદ પંડિત. આનંદ પંડિત અને વૈશલ શાહની અઆ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ હશે જેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કેમિયો કરતાં નજરે ચડશે.

Amitabh Bachchan will now appear in a Gujarati film: Find out what the producer said

બિગ બી ફિલ્મમાં કેવી રીતે આવ્યા તે યાદ કરતાં આનંદ પંડિતે કહ્યું, “અમિત જી વિના કોઈપણ પ્રોજેક્ટની કલ્પના કરવી મારા માટે મુશ્કેલ બની રહી છે જેઓ વર્ષોથી મારા માટે ઘણી બધી રીતે મિત્ર, મેન્ટર અને ગાઈડ રહ્યા છે. જે પળે મેં તેઓને પૂછ્યું કે શું તે ‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મમાં કેમિયો કરશે, તેમણે તરત જ કહ્યું, ‘હા!’ તેણે સ્ક્રિપ્ટ સાંભળવાનું કે ડિરેક્ટર કોણ છે તે જાણવાનું પણ કહ્યું નહીં સીધા સેટ પર જ આવી ગયા હતા. આ પહેલીવાર છે જ્યારે અમિતજી ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી પાત્ર ભજવી રહ્યા છે.આનંદે વધુમાં કહ્યું હતું કે ”ગુજરાતી ભાષા સાથેની તેમની સરળતાથી દરેકને આશ્ચર્ય થયું હતું પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ ભાષાશાસ્ત્રી છે અને વિવિધ ભાષાઓની ઊંડાઈ પણ એકદમ સહેલાઈથી પકડી લે છે.

Amitabh Bachchan will now appear in a Gujarati film: Find out what the producer said

મને યાદ છે કે તેમને ‘લાવારિસ’માં જોયા હતા જ્યાં તેઓ એક હાસ્ય દ્રશ્યમાં ઘણી ભાષાઓ બોલતા હતા અને મને ત્યારે થોડી ખબર હતી કે એક દિવસ, તેઓ મારી પોતાની ગુજરાતી ફિલ્મ માટે કેમેરાનો સામનો કરશે! હંમેશની જેમ, તેમણે પોતાના પ્રોફેશનલીઝમ અને જાદુઇ કરિશ્માથી બધાને ચોંકાવી દીધા હતા”   તેમણે ઉમેર્યું હતું કે, ”જ્યારે અમિતજીએ સેટ પર સ્ક્રિપ્ટ સાંભળી, ત્યારે તેમને રમૂજી ટ્વિસ્ટ ગમ્યા અને શૂટ દરમિયાન તેઓ દિલથી હસ્યા હતા. તેઓ હંમેશની જેમ સમયસર આવ્યા હતા અને તેમણે સમયસર અને ચોકસાઈથી તેમના દ્રશ્યો પૂરા કર્યા હતા. આ માટે તેમના કરીએ એટલા વખાણ ઓછા પડે.”

 

Related posts

ફ્લોપ શો! બોક્સ ઓફિસ પર જયેશભાઈ જોરદારનું કલેક્શન નિરાશાજનક

Mukhya Samachar

કપૂર પરીવારમાં થશે જુનિયરનું આગમન! આલિયા ભટ્ટે ટ્વિટ કરીને માતા બનવાના આપ્યા સમાચાર

Mukhya Samachar

પ્રખ્યાત ફિલ્મ સર્જક નીતિન મનમોહનનું નિધન, 62 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy