Mukhya Samachar
Sports

‘હેડ પ્રોટેક્શન’ પહેરીને બોલિંગ કરવા ઉતરેલા ઋષિ ધવનનું રસપ્રદ કારણ!

An interesting reason for Rishi Dhawan to bowl wearing 'Head Protection'!
  • ધવને મેચમાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી
  • ધવને ઈજાથી બચવા માટે પહેર્યું હતું.
  • દર્શકો પણ જાણવાની કોશિશ કરી રહ્યા હતા

 

An interesting reason for Rishi Dhawan to bowl wearing 'Head Protection'!

પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર ઋષિ ધવન જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આઈપીએલની 38મી લીગ મેચમાં બોલિંગ કરવા આવ્યો ત્યારે તેની આંખો પારદર્શક ચશ્માથી ઢંકાયેલી હતી. જોકે કદમાં તે સામાન્ય ચશ્મા કરતાં ઘણા મોટા છે. આ સમયે સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો સહિત કોમેન્ટેટર ઉપરાંત ટેલિવિઝન સેટની સામે બેઠેલા દર્શકો પણ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે આ શું છે?

An interesting reason for Rishi Dhawan to bowl wearing 'Head Protection'!

જોકે પાછળથી જાણવા મળ્યું કે, તે હેડ પ્રોટેક્શન હતું જે ઋષિ ધવને ઈજાથી બચવા માટે પહેર્યું હતું. રણજી ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ ટીમની કેપ્ટન્શીપ કરનાર ઋષિ ધવન 6 વર્ષ બાદ IPLમાં રમવા આવ્યો હતો.આ પહેલા તેણે પોતાની છેલ્લી IPL મેચ 2016માં રમી હતી.32 વર્ષીય ઋષિ ધવનને આ વર્ષે રણજી ટ્રોફી મેચ દરમિયાન ફોલો-થ્રુમાં બોલ તેના ચહેરા પર વાગતાં તેના નાકમાં ઈજા થઈ હતી. ત્યારબાદ ધવને સર્જરી કરાવવી પડી હતી.

An interesting reason for Rishi Dhawan to bowl wearing 'Head Protection'!

આ વર્ષની શરૂઆતમાં તે ડોમેસ્ટિક ક્રિકેટમાં રેડ બોલથી માત્ર 2 જ મેચ રમી શક્યો હતો.વર્તમાન IPL 2022 સીઝનમાં ઋષિ સોમવારે પોતાની પ્રથમ મેચ રમવા માટે આવ્યો હતો. ધવને આ મેચમાં 4 ઓવરના ક્વોટામાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી. તે પાવરપ્લેમાં જ્યારે ઈનિંગ્સની પાંચમી ઓવર નાખવા આવ્યો ત્યારે તેણે 7 રન ખર્ચ્યા હતા. ચેન્નાઈની ટીમ 188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી 6 વિકેટે 176 રન જ બનાવી શકી હતી.

Related posts

રોહિત શર્મા બાદ આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સ્મૃતિ મંધાના પ્રથમ ભારતીય ખેલાડી બની

Mukhya Samachar

સૂર્યકુમારે તોડ્યો ‘વિરાટ’ રેકોર્ડ, પહેલીવાર કોઈ ભારતીયે કર્યું આ કામ

Mukhya Samachar

પ્રથમ T20માં આ ખેલાડીનું થશે ડેબ્યૂ? રોહિત શર્માની જેમ કરે છે ખતરનાક બેટિંગ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy