Mukhya Samachar
Food

જાણો જૂનાગઢ ની પ્રખ્યાત કુંભકરણ થાળી વિશે રસપ્રદ બાબત

An interesting thing about Junagadh's famous Kumbhakaran Thali
  • કુંભકરણ થાળીમાં ચાર જાતનાં પંજાબી શાકનો  સમાવેશ કરેલો છે
  • જૈન ધર્મના લોકો માટે અલગથી વ્યવસ્થા રહેલી છે
  • પંજાબી અને ગુજરાતી ભોજનનું મિશ્રણ

An interesting thing about Junagadh's famous Kumbhakaran Thali

જૂનાગઢ ની પ્રખ્યાત પટેલ રેસ્ટોરન્ટ જે શકરબાગની સામેની બિલ્ડીંગમાં પેહલા માળે આવેલી છે. આ રેસ્ટોરન્ટની કુંભકરણ થાળી ખુબ જ પ્રખ્યાત છે. અહીં જૂનાગઢની મુલાકાત લેવા આવેલાં મુસાફરો આ થાળીનો અચુક લાભ લે છે.આ કુંભકરણ થાળી માં ચાર જાતનાં પંજાબી શાક હોય છે. જેમાં દાલ તડકા , પહાડી રાયતા, ગુલાજાંબુ, ગ્રીન સલાડ, રશિયન સલાડ,એક ચાઈનીઝ સ્ટાટર , હરભરા કબાબ, દિલ્હી ચાટ, વેજ. બિરયાની, જીરા રાઈસ, અડદના શેકેલા પાપડ, લસ્સી, દૂધ પાક, ભુગડા અને સાથે પાંચ જાતની રોટલી આપવામાં આવે છે.

An interesting thing about Junagadh's famous Kumbhakaran Thali

આ પાંચ રોટલીમાં લછછા પરાઠા, નાન, ચટપટા નાન, કુલછા અને તંદુરી રોટલી આપવામાં આવે છે.આટલું તો આપવામાં આવે જ છે, સાથે અથાણું, આથેલા મરચા, સલાડ, તીખી અને મીઠી ચટણી પણ આપવામાં આવે છે.અહીંની થાળી ની ખાસીયત એ છે કે, આ થાળીમાં ગુજરાત અને પંજાબી ભોજનનું મિશ્રણ જોવા મળે છે. અહીં જો તમે કોઈ જૈન ધર્મ માં માનતા હોય અને તમારે અમૂક વસ્તુ ના ઉમેરવી હોય ,તો તે પણ અહીં  ખાસ ખ્યાલરાખવામાં આવે છે અને સાથે તમારાં ટેસ્ટ મૂજબ થાળી બનાવી આપવામાં આવે છે.

 

 

Related posts

Taste of Lucknow: લખનૌના આ નવાબ માટે બનાવાઈ હતી આ પ્રખ્યાત મીઠાઈ, જાણો તેનો 200 વર્ષ જૂનો ઈતિહાસ

Mukhya Samachar

ઘર પર ચોકોલેટથી બનાવો આ 3 સ્વાદિષ્ટ ડ્રિંક્સ, મળશે આ ફાયદા

Mukhya Samachar

મુંબઈની આ રેસ્ટોરન્ટમાં ફરાળી વાનગીઓનો છે ખજાનો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy