Mukhya Samachar
Gujarat

આણંદ-તારાપુર ચોકડી પર બેકાબૂ ટ્રકે 8ને અડફેટે લીધા! અકસ્માતમાં રાજુલાના 3 લોકોના મોત નિપજ્યાં

An uncontrollable truck hit 8 on the Anand-Tarapur intersection! 3 people of Rajula died in the accident

રાજ્યમાં હજુ પણ અકસ્માતો અટકવાનું નામ નથી લઇ રહ્યા. દિવસે ને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે રાજ્યમાં આજે વધુ એક અકસ્માતની ઘટના આણંદના તારાપુર પાસેથી સામે આવી છે. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગતમોડી રાત્રે આણંદની તારાપુર મોટી ચોકડી પાસે ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તમામ મૃતકો અમરેલીના રાજુલાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

An uncontrollable truck hit 8 on the Anand-Tarapur intersection! 3 people of Rajula died in the accident

આ દુર્ઘટનામાં ઘટનામાં બે બાળકો અને એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

આ અકસ્માત અંગેની જાણ પોલીસને થતાં તારાપુર પોલીસની ટીમ પણ અકસ્માત સ્થળે દોડી આવી હતી. જોકે, અકસ્માત સર્જી ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. હાલ તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 રાજકોટ પરિણામ: રાદડિયા 20400ની લીડથી આગળ AAP અને ભાજપ રસાકસીની જંગ

Mukhya Samachar

મહેસાણાથી શામળાજી નેશનલ હાઈવેને મંજૂરી મળતા જ વિરોધના વંટોળ ઉપડ્યા

Mukhya Samachar

મોરબી બ્રિજ અકસ્માતના આરોપી ઓરેવા કંપનીના માલિકે ચાલ્યો વળતર માટેનો દાવ , હાઈકોર્ટે આપી ચેતવણી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy