Mukhya Samachar
National

અન્ના હજારે ફરી ઉતરશે ભૂખ હડતાળ પર

Anna Hazare on straike
  • અન્ના હજારે ફરી ઉતરશે હડતાળ પર
  • મહારાષ્ટ્ર સરકાર સામે કરશે હડતાળ
  • 4 ફેબ્રુઆરીથી અનિશ્ચિતકાળ સુધી ભૂખ હડતાલ કરશે
Anna Hazare on Strike
Anna Hazare will go on hunger strike again

મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુપરમાર્કેટ અને વોક ઈન સ્ટોરમાં દારૂ વેચવાની મંજૂરી આપ્યા બાદ સામાજિક કાર્યકર્તા અન્ના હજારે નારાજ થઈ ગયા છે. તેમણે 14 ફેબ્રુઆરીથી અનિશ્ચિતકાળ સુધી ભૂખ હડતાલ કરવાની જાહેરાત કરી દીધી છે. રાજ્ય સરકારની નવી આબકારી નીતિ પાછી નહીં લેતા અન્ના હજારે સીએમ ઠાકરેને એક પત્ર પણ લખ્યો છે.

તેમણે કહ્યું છે કે, મેં તેમને આ પત્ર આબકારી નીતિ પર ફરીથી વિચાર કરવા માટે લખ્યો છે. જો તેઓ નહીં માને તો 14 ફેબ્રુઆરીથી હું ભૂખ હડતાળ પર બેસીશ. અન્નાએ એવું પણ કહ્યું કે, મેં આ સંબંધમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારને પણ પત્ર લખ્યો છે, પણ તેમનો કોઈ જવાબ આવ્યો નથી. અન્ના હજારે કહ્યું હતું કે, તેમણે મુખ્યમંત્રીને પહેલા પત્ર લખીને ત્રણ ફેબ્રુોઆરી આબકારી નીતિનો વિરોધ કર્યો હતો. પણ તેનો કોઈ જવાબ મળ્યો નહીં.

Anna Hazare on strike
Anna Hazare will go on hunger strike again

તેમણે કહ્યું કે, સીએમને ફરીથી યાદ અપાવવા માટે સ્મરણ પત્ર મોકલવું પડે છે.  આ અગાઉ અન્નાએ આ પોલિસીને લઈને કહ્યું હતું કે, નશામુક્તિની દિશામાં કામ કરવું સરકારનું કર્તવ્ય છે, પણ મને આ જોઈને દુ:ખ થાય છે કે, આર્થિક લાભ માટે થઈને આવા નિર્ણય લેવામાં આવે છે. જેનાથી લોકોને દારૂની લત લાગી જશે. તેમણે કહ્યું હતું કે, સરકારનો આ નિર્ણય કઈ દિશામાં લઈ જશે, તે એક મોટો સવાલ છે.

Related posts

સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ હવે તેમના પિતાને પાકિસ્તાનથી મળી જાનથી મારી નાખવાની ધમકી

Mukhya Samachar

ઈન્દોરમાં બે માળની બિલ્ડીંગમાં વિકરાળ આગ: આગમાં 7 લોકો જીવતા ભડથું થયા

Mukhya Samachar

સરકારની ‘અગ્નિપથ’ સ્કીમ પર દેશ ભરમાં હોબાળો! ક્યાંક ટ્રેનને આગ લગાવાઈ તો ક્યાંક યુવાને કરી આત્મહત્યા: જાણો કેવી છે સ્થિતિ

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy