Mukhya Samachar
Sports

મુંબઇ ઇન્ડિયન્સની સતત આઠમી હાર પર નારાજ થયેલ રોહિત શર્મા ભાવુક થઇને બોલ્યો કઇક આવું!

Rohit Sharma, annoyed at the eighth consecutive defeat of Mumbai Indians, said something emotional!
  • સતત આઠમી હાર પર રોહિત શર્મા થયો નારાજ
  • આઈપીએલના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ પ્રથમ આઠ મેચમાં હારી
  • લખનઉ સુપર જાયન્ટ્સ સામે 36 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો

Rohit Sharma, annoyed at the eighth consecutive defeat of Mumbai Indians, said something emotional!

ઇન્ડિયન પ્રિમિયર લીગમાં સૌથી વધુ વખત ચેમ્પિયન બનનારી મુંબઇ ઇન્ડિયન્સ માટે વર્તમાન સીઝન સારી રહી નથી. આઇપીએલની 15મી સીઝનમાંથી મુંબઇ ઇન્ડિયન્સ પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઇ ગઇ છે કારણ કે ટીમ આ સીઝનમાં સતત આઠ મેચ હારી ગઇ છે. આઈપીએલના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ પ્રથમ આઠ મેચમાં હારી ગઈ હોય. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 36 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

Rohit Sharma, annoyed at the eighth consecutive defeat of Mumbai Indians, said something emotional!

લખનઉના કેપ્ટન લોકેશ રાહુલના અણનમ 103 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનથી લખનઉએ મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું હતું. મુંબઇ 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 132 રન કરી શકી હતી. આ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા ઘણો નારાજ થયો હતો. તેણે કહ્યું કે કોઈ પણ બેટ્સમેન જવાબદારી લેવા તૈયાર નથી.મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે ‘અમે સારી બોલિંગ કરી અને તેમને ઓછા સ્કોર પર રોક્યા. પરંતુ અમે સારી બેટિંગ કરી શક્યા નહીં. અમે ભાગીદારી બનાવી ન શક્યા અને કેટલાક ખરાબ શોટ રમ્યા હતા, જેમાં હું પણ સામેલ હતો. તે માત્ર એક મેચ નહોતી, અમે સમગ્ર ટૂર્નામેન્ટમાં સારી બેટિંગ કરી ન હતી. અમે જવાબદારીપૂર્વક રમ્યા નહોતા અને કોઈ પણ બેટ્સમેન અંત સુધી બેટિંગની જવાબદારી લેવા તૈયાર નહોતા.

Rohit Sharma, annoyed at the eighth consecutive defeat of Mumbai Indians, said something emotional!

અમારી આ ટીમ નવી છે અને ખેલાડીઓની ભૂમિકા પણ અહીં નવી છે. અમે એક સારા ટીમ સંયોજન સાથે આવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થિતિ અમારી તરફેણમાં ગઈ નહીં.મેચની વાત કરીએ તો રાહુલે 62 બોલની ઈનિંગમાં 12 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે વર્તમાન સિઝનમાં તેની બીજી સદી ફટકારી હતી. રાહુલે મેરેડિથ સામે છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને IPL કારકિર્દીની ચોથી સદી પૂરી કરી હતી. મુંબઈ તરફથી કિરોન પોલાર્ડે બે ઓવરમાં માત્ર આઠ રન આપીને બે વિકેટ ઝડપી હતી. રિલે મેરેડિથને પણ બે સફળતા મળી હતી જ્યારે જસપ્રિત બુમરાહ અને ડેનિયલ સેમ્સને એક-એક વિકેટ મળી હતી.

Related posts

શાનદાર ઈનિંગ રમી રવિચંદ્રન અશ્વિને કહ્યું કઈક આવું

Mukhya Samachar

પંત અને જાડેજાની જોડીએ રાખ્યો રંગ! આ ખેલાડીએ રચ્યો ઇતિહાસ

Mukhya Samachar

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો થયા 2 મેચ માટે પ્રતિબંધ ….

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy