Mukhya Samachar
Gujarat

ચૂંટણી પહેલા રાજ્ય સરકારની વધુ એક જાહેરાત! હોમગાર્ડ અને જીઆરડી જવાનોના વેતનમાં કરાયો વધારો

Another announcement of the state government before the election! Increase in salary of Home Guard and GRD personnel

વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે તો જીઆરડી જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે.

Another announcement of the state government before the election! Increase in salary of Home Guard and GRD personnel

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આજે બરાબર ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. CM દ્વારા હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનને લઈ જાહેરાત કરાઇ છે. જે મુજબ હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ. વેતન મળશે. આ સાથે જીઆરડી જવાનોને પ્રતિદિન 200ના બદલે 300 રૂ. વેતન મળશે.  જોકે મહત્વનું છે કે, આ વધારો 1 નવેમ્બર 2022થી ગણાશે.

છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો કદાચ આજે અંત આવી શકે છે. એટલે કે આજ રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. આજે બપોરના 12 વાગ્યે ચૂંટણીપંચ પત્રકાર પરિષદ યોજી ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.દિલ્હી ખાતે ચૂંટણીપંચ પત્રકાર પરિષદમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. તમને જણાવી દઇએ કે, ગુજરાતની ચૂંટણી 2 તબક્કામાં યોજાઈ શકે છે. જ્યારે ડિસેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ શકે છે.

 

Related posts

ગુજરાતમાં કોંગ્રેસે ચૂંટણીનું બ્યુંગલ ફૂક્યું! પાર્ટીએ પ્રથમ 43 ઉમેદવારોની યાદી કરી જાહેર

Mukhya Samachar

અંતે રાજીનામું: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું

Mukhya Samachar

આગામી 48 કલાક સૌરાષ્ટ્ર માટે અતિભારે, માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy