Mukhya Samachar
Entertainment

અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ દીકરીનો જન્મદિવસ સાઉથ આફ્રિકામાં સેલિબ્રેટ કર્યો

virat anushka birthay
  • અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ દીકરીનો જન્મદિવસ સાઉથ આફ્રિકામાં સેલિબ્રેટ કર્યો
  • વામિકાની બર્થડે પાર્ટીની તસવીરો સામે  આવી
  • અનુષ્કા-વિરાટની દીકરી 11 જાન્યુઆરીના રોજ એક વર્ષની થઈ
virat anushka daughter birthday
Anushka Sharma-Virat Kohli celebrate daughter’s birthday in South Africa

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની દીકરી વામિકા 11 જાન્યુઆરીના રોજ એક વર્ષની થઈ. હાલમાં વિરાટ કોહલી ટેસ્ટ મેચ તથા વન-ડે સિરીઝ માટે સાઉથ આફ્રિકામાં છે. વિરાટ કોહલીની સાથે દીકરી તથા અનુષ્કા પણ ગયાં છે. વિરાટ તથા અનુષ્કાએ સાઉથ આફ્રિકામાં દીકરીનો પહેલો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. અનુષ્કાએ સોશિયલ મીડિયામાં જન્મદિવસની કેટલીક તસવીરો શૅર કરી હતી. અનુષ્કા એક તસવીરમાં દીકરી વામિકા સાથે જોવા મળી હતી. અનુષ્કા તથા વામિકાએ મેચિંગ કર્યું હતું અને વ્હાઇટ કપડાં પહેર્યાં હતાં. વામિકાનો ચહેરો દેખાતો નહોતો.

virat anushka daughter birthday celebration
Anushka Sharma-Virat Kohli celebrate daughter’s birthday in South Africa

અનુષ્કા દીકરી સાથે એકદમ ખુશમિજાજમાં જોવા મળી હતી. બીજી તસવીરમાં અનુષ્કા તથા વિરાટના હાથમાં વાઇનનો ગ્લાસ હતો. અનુષ્કાએ આ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘સૂર્ય પ્રકાશિત હતો, લાઇટ સુંદર હતી, ટેબલ ફુલ હતું અને એ જ રીતે અમારી દીકરી એક વર્ષની થઈ, લોકોએ સાંજને એકસ્ટ્રા સ્પેશિયલ બનાવી દીધી. તેનો પહેલો જન્મદિવસ બબલમાં હોવાથી હું થોડી ચિંતામાં હતી. થેંક્યુ મિત્રો.

virat anushka daughter birthday celebration
Anushka Sharma-Virat Kohli celebrate daughter’s birthday in South Africa

ક્રિકેટર રિદ્ધિમાન સાહાની પત્ની રોમી મિત્રાએ પણ સો.મીડિયામાં વામિકાના જન્મદિવસની કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં વામિકાના જન્મદિવસનું સેલિબ્રેશન જોઈ શકાય છે. અનુષ્કાના ભાઈ કર્નેશ શર્માએ સો.મીડિયામાં વામિકાની તસવીરોનું કોલાજ શૅર કરીને કહ્યું હતું, ‘હેપ્પી ગ્રોઇંગ.. અનુષ્કાના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’માં જોવા મળશે. ‘ચકડા એક્સપ્રેસ’ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન તથા ઝડપી બોલર ઝૂલન ગોસ્વામી પર આધારિત છે. આ ફિલ્મથી અનુષ્કા ત્રણ વર્ષ બાદ કમબેક કરી રહી છે.

Related posts

કપૂર પરીવારમાં થશે જુનિયરનું આગમન! આલિયા ભટ્ટે ટ્વિટ કરીને માતા બનવાના આપ્યા સમાચાર

Mukhya Samachar

બોક્સ ઓફિસ ટેસ્ટમાં આ ફિલ્મ થઇ છે પાસ જયારે : મોટા બજેટની ફિલ્મ થઇ ફ્લોપ

Mukhya Samachar

ઐશ્વર્યા રાયની નવી ફિલ્મ રિલીઝ પહેલાજ વિવાદના વંટોળમાં ફસાઈ જાણો શું છે સમગ્ર મામલો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy