Mukhya Samachar
Fashion

સૂર્યના તાપથી પગ થઈ ગયા છે કાળા? આ ઘરગથ્થુ ઉપાયો કરો થશે ચોક્કસ ફાયદો

Are the feet black from the heat of the sun? These home remedies will definitely benefit
  • સૂર્યના તાપથી પગ પર થઈ ગયું છે ટેનિંગ
  • તાપ અને ધૂળના કારણે પગ પડી જાય છે કાળા
  • જાણો તેને ફરી સુંદર બનાવવાની રીત

Are the feet black from the heat of the sun? These home remedies will definitely benefit

સૂર્યના હાનિકારક કિરણો ત્વચાને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. એવામાં આપણે ચહેરા અને હાથનું તો ધ્યાન રાખીએ છીએ પરંતુ બહાર જતી વખતે પગને નજરઅંદાજ કરી દીઈએ છીએ. તેથી ધૂળ અને તાપના કારણે પગ પર તેની ખરાબ અસર પડે છે. અને તે ટેન થઈ જાય છે. આવામાં અમે તમને ઘરે જ પગની ટેનિંગ હટાવવા માટે અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

Are the feet black from the heat of the sun? These home remedies will definitely benefit
બેસન અને દહીંનું પેક

પગ પરથી ટેનિંગ હટાવવા માટે દહીં અને બેસનનો ઉપયોગ કરો. બેસન અને દહીંને મિક્ષ કરીને તેને પગ પર લગાવો. તેને 15થી 20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યાર બાદ પગને ધોઈ લો. તમે તેમાં લીંબૂનો રસ પણ મિક્ષ કરી શકો છો.

બટાકા અને લીંબુ

તમે પગ માટે બટાકા અને લીંબુનો ઉપોયગ કરી શકો છો. બટાકાના રસમાં લીંબુનો રસ મિક્ષ કરો. બાદમાં તેમે પગ પર 15થી 20 મિનિટ માટે લગાવી રાખો બાદમાં તેને ધોઈ લો. આ પગને નિખારવામાં મદદ કરશે.

Are the feet black from the heat of the sun? These home remedies will definitely benefitચંદન અને મધ

એક બાઉલમાં એક ચમચી ચંદન પાઉડર લો. તેમાં એક ચમચી મધ મિક્ષ કરો. આ બન્ને સામગ્રીને સારી રીતે મિક્ષ કરો. તેને પગ પર 30 મિનિટ માટે લગાવી રાખો. ત્યાર બાદ તેને ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 વખત તેનો ઉપયોગ કરી શકો છો.

પપૈયુ અને મધ

પપૈયાના પલ્પમાં અડધી ચમચી મધ મિક્ષ કરો. તેને એક સાથે મિક્ષ કરો. તેને પગ પર લગાવો. તેને 20થી 25 મિનિટ સુધી લગાવેલું રહેવા દો. ત્યાર બાદ પગને ધોઈ લો. આ ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે.

Related posts

સાડીને સ્ટેટમેન્ટ લુક આપવા માટે શિલ્પા શેટ્ટી પાસેથી લો પ્રેરણા

Mukhya Samachar

ક્રિસમસ પાર્ટી માટે થઈ રહ્યા છો તૈયાર, તો આ મેકઅપ આઈડિયાઓને ભૂલતા નહિ

Mukhya Samachar

બેસ્ટ લુક મેળવવા માટે  વાળમાં આ 8 રીતે લગાવો ગજરા

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy