Mukhya Samachar
Travel

શું તમે ટ્રાવેલ પ્લાન કરી રહ્યા છો પણ બજેટની સમસ્યા છે ? તો જાણો ઓછા બજેટવાળી હિમાચલની આ હોસ્ટેલ વિશે.

Are you planning a trip but have a budget problem? So find out about this low budget hostel in Himachal.
  • ભીડભાડથી દૂર શાંતિ વાળા સ્થળ પર બનેલી છે ધ બંકર બીર
  • રોમમેટ એક મોડર્ન વિન્ટેજ સ્ટાઈલ હોસ્ટેલ છે
  • થિરા હોસ્ટેલની આસપાસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ આવેલા છે

જ્યારે પણ આપણે કોઈ ટ્રાવેલ પ્લાન બનાવીએ ત્યારે સૌથી પહેલા તો બજેટનો પ્રશ્ન ઉભો થતો હોય છે. ટ્રાવેલિંગના શોખીનોએ તો બજેટ ટ્રાવેલિંગનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ફરવા અને જમવાના ખર્ચા પછી જો સૌથી વધારે પૈસા વપરાતા હોય તો તે હોટલ અથવા રિસોર્ટમાં રહેવામાં છે. જો તમે પણ ટ્રાવેલિંગ કરવા માંગતા હોવ પણ બજેટ ઓછું હોય તો અમે તમને અહીં હિમાચલ પ્રદેશની એવી હોસ્ટેલ વિશે જાણકારી આપીશું જ્યાં તમે સસ્તામાં રહી શકો છો અને પૈસા બચાવીને અન્ય સ્થળ પર ફરી પણ શકો છો.

Are you planning a trip but have a budget problem? So find out about this low budget hostel in Himachal.

The Bunker Bir

આ હોસ્ટેલ શહેરની ભીડભાડથી દૂર શાંતિ વાળા સ્થળ પર બનેલી છે. આ પ્રોપર્ટીના અમુક રુમ સાથે અટેચ બાલકની પણ છે, જ્યાંથી તમને પહાડોનો સુંદર વ્યૂ પણ મળી શકે છે. અહીંયા તમને જરૂરની તમામ સુવિધાઓ મળી જશે. આ હોસ્ટેલ ધર્મશાળાથી 7 કિલોમીટર દૂર આવેલી છે, માટે તમે અહીં અન્ય સ્થળોની મુલાકાત પણ લઈ શકો છો.

Are you planning a trip but have a budget problem? So find out about this low budget hostel in Himachal.

 Roamate Hostel, Manali

રોમમેટ એક મોડર્ન વિન્ટેજ સ્ટાઈલ હોસ્ટેલ છે, જે ઓલ્ડ મનાલીમાં સ્થિત છે. આ હોસ્ટેલમાં તમને દરેક પ્રકારની સુવિધાઓ મળશે. અહીંથી ઘાટીઓના સુંદર દ્રશ્યો તમનં મંત્રમુગ્ધ કરી દેશે. આ પ્રોપર્ટીમાં સફરજનના બગીચા પણ છે, જે પર્યટકોને વ્યસ્ત રાખવા માટે પૂરતા છે.

Are you planning a trip but have a budget problem? So find out about this low budget hostel in Himachal.

Hostel Triangle Folks, Dharamshala

તમને તમારી જરૂરની તમામ સુવિધાઓ આ હોસ્ટલમાં મળશે. માટીના ઘરો, આસપાસ દેખાતા પહાડોને કારણે આ હોસ્ટેલની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે. તમે ક્યાંય બહાર ન જવા માંગતા હોવ તો પણ અહીં રહીને વોટરફોલની મજા માણી શકો છો. અથવા તો આસપાસના માર્કેટમાં જઈને ખરીદી કરી શકે છે.

Are you planning a trip but have a budget problem? So find out about this low budget hostel in Himachal.

Whoopers Hostel, Kasol

કસોલમાં સ્થિત વૂપર્સ હોસ્ટેલ વિનામૂલ્યે પ્રાઈવેટ પાર્કિંગ અને વાઈફાઈની સુવિધા પણ પૂરી પાડે છે. મનાલીથી 27 કિમી સ્થિતિ આ સ્ટે બજેટ ફ્રેન્ડલી છે. અહીં તમને રુમ પસંદ કરવાના બે વિકલ્પો આપવામાં આવે છે, પહેલા છ બેડનો મિક્સ ડૉર્મ રુમ અને બીજો વિકલ્પ પ્રાઈવેટ રુમનો છે, સાથે બાથરુમની સુવિધા પણ મળશે.

Are you planning a trip but have a budget problem? So find out about this low budget hostel in Himachal.

Youth Hostel, Manali

યૂથ હોસ્ટેલ શહેરની ભીડ ભાડથી દૂર હિમાચલ પ્રદેશના સૌથી સારી હોસ્ટેલમાંથી એક છે. અહીંમો માહોલ ઘણો જ શાંત છે. આ હોસ્ટેલમાં રહીને તમને એક રિસોર્ટમાં રહ્યા હોવ તેવો અનુભવ મળશે.

Are you planning a trip but have a budget problem? So find out about this low budget hostel in Himachal.

Thira, Shimla

શહેરના કેન્દ્રમાં સ્થિત થિરા હોસ્ટેલની આસપાસ લગભગ તમામ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ આવેલા છે. અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ તમને ખૂબ પસંદ આવશે. અહીં તમે અન્ય મુલાકાતીઓ સાથે હળીમળીને રહી શકશો અને તમને ભારતની વિવિધતા પણ જોવા મળશે. સાફ ઓરડા, વિશાળ લૉજ અને જબરદસ્ત વ્યુ અહીંની ખાસિયત છે.

Related posts

લદ્દાખના મેદાનોમાં વિતાવો રોમાંસ સાથે રોમાંચક ક્ષણો, જુઓ ઓછા ખર્ચે IRCTC ટૂર પેકેજ

Mukhya Samachar

ઋષિકેશના આ 4 છુપાયેલા સ્થળો જ્યાં નથી જતા વધુ લોકો, અહીં તમને મળશે સ્વર્ગ જેવી શાંતિ

Mukhya Samachar

ઋષિકેશ, શિમલા નહીં… મે મહિનામાં ફરવા માટે શ્રેષ્ઠ છે આ સ્થળો, અહીં ઓછા બજેટમાં વધુ મજા માળી શકો છો

Mukhya Samachar

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy